Western Times News

Gujarati News

ઘંટાકર્ણ માર્કેટમાં જુગાર રમતાં છ ની અટક : પ૦ હજારનો મુદ્દામાલ જપ્ત

(્પ્રતિનિધિ) અમદાવાદ : થોડા દિવસ અગાઉ સતત બે દિવસ સુધી કાગડાપીઠ પોલીસની હદમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા પડયા બાદ સફાળી જાગી ઉઠેલી કાગડાપીઠ પોલીસે હવે જુગારધામો પર રેઈડ કરવાનું શરૂ કર્યુ છે ગઈકાલે ઘંટાકર્ણ માર્કેટમાં દરોડો પાડી છ જુગારીઓને ઝડપી પ૦ હજારનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. કાગડાપીઠ પોલીસ પેટ્રોલિંગમાં હતી એ સમયે બાતમી મળતાં જ ઘંટાકર્ણ માર્કેટમાં કર્ણમુકતેશ્વર મહાદેવ મંદીરના પાર્કીંગમાં જુગાર રમતા જુગારીઓ પર દરોડો પાડતાં જ નાસભાગ મચી હતી જાકે પોલીસે છ શખ્સને ઝડપી લીધા હતા જેમના નામ આ મુજબ છે. (૧) રાજુકુમાર મહતો (ર) હરીશંકર મહતો
(૩) અજીત ચૌહાણ (૪) મીન્ટુ કપુર (પ) રાજ મહતો અને (૬) સંજય ભગત
પોલીસે તમામની સામે કાર્યવાહી કરીને ઘટના સ્થળેથી રોકડ તથા અન્ય સાધનો સહીત રૂપિયા પ૦ હજારથી વધુની મત્તા જપ્ત કરી છે. નોંધનીય છે કે કેટલાક દિવસો અગાઉ કાગડાપીઠ પોલીસની હદમાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સીલે દરોડા પાડીને મોટા જુગાર પરથી રર શખ્સોની અટક કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.