Western Times News

Gujarati News

રાજ્યની ઘણી મેડિકલ કાૅલેજના વિદ્યાર્થીઓએ આ પ્રકારની માગણી શરૂ કરી

Files Photo

સેલ્ફ ફાઈનાન્સ કોલેજના મેડિકલના વિદ્યાર્થીઓએ ફીમાં રાહત આપવાની માગ કરી

કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારે વાલીઓને ફી ભરવામાંથી રાહત આપાવી ત્યારે હવે મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા પણ ફીમાં રાહત અને ફી માફીની માગણીઓ કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યની ઘણી મેડિકલ કાૅલેજના વિદ્યાર્થીઓએ આ પ્રકારની માગણી શરૂ કરી છે. વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન પણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દ્ગજીેંૈં દ્વારા પણ આ વિષયમાં ટેકો આપવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્‌સ મુજબ ગુજરાત મેડિકલ સ્ટુડન્ટ્‌સ એસોસિએશન દ્વારા મેડિકલ કાૅલેજની ફીમાં રાહત આપવાની સાથે તેના માળખામાં ફેરફાર કરવામાં આવે તેવી માગણીઓ વિદ્યાર્થીઓ દ્વારા શરુ કરવામાં આવી છે. ૨૨ સેલ્ફ ફાઈનાન્સ કાૅલેજ કે જેમાં ૧૪ હજાર જેટલાક વિદ્યાર્થીઓ ભણે છે ત્યાં ફીમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવી રહી છે. આ મેડિકલ કાૅલેજમાં પારુલ મેડિકલ કાૅલેજે, સ્મીમેર કાૅલેજ, સીયુ શાહ મેડિકલ કાૅલેજ સહિતની કાૅલેજાે દ્વારા વિદ્યાર્થીઓને ૩૧મી જુલાઈ સુધીમાં ફી ભરવા અંગે જણાવવામાં આવ્યું છે.

આવામાં વિદ્યાર્થીઓ માગણી કરી રહ્યા છે કે જે રીતે ખાનગી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને રાહત આપવામાં આવી છે તે રીતે મેડિકલના વિદ્યાર્થીઓને પણ રાહત આપવી જાેઈએ. આ પ્રકારની માગણી કરી રહેલા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે, કોરોના વાયરસના કારણે તેમના વાલીઓના ધંધા-રોજગાર પર અસર પડી છે આવામાં તેમની પાસેથી કાૅલેજ દ્વારા ફીની માગણી કરવામાં આવી રહી છે જે ભરવી મુશ્કેલ છે.

આ તરફ વિદ્યાર્થીઓને ટેકો આપીને દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓને રાહત મળે અને તેમની એક વર્ષની ફી માફ કરવામાં આવે તેવી માગણી છે. જાે કોઈ કાૅલેજ ફી મામલે વિદ્યાર્થીઓનું એડમિશન રદ કરશે કે કોઈ તકલીફ આપશે તો  દ્વારા આંદોલન કરવામાં આવશે. વાલીઓએ પણ દલીલ કરી છે કે કોરોના વાયરસના કારણે અમારા ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે એવામાં અમે આટલી ફી લાવીએ ક્યાંથી ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.