Western Times News

Gujarati News

પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી. આર. પટેલને  કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી

સાકરીયા: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલને વિજયનગર સહિત વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યકરો દ્વારા  શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

 આ કાર્યકરોએ  તાજેતરમાં જ ચૂંટાયેલા આ જિલ્લાના અને વિજયનગર તાલુકાના વતની રાજ્ય સભાના સભ્ય રમીલાબેન બારા સાથે ગાંધીનગર ભાજપના કાર્યાલય કમલમ ખાતે  જઇને બ્રહ્માજીની છબી શુભેચ્છા રૂપે ભેટ આપી હતી અને આ કાર્યકરોએ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.આ મુલાકાતીઓમાં રમીલાબેન બારા સાથે

વિજયનગર તાલુકા ભાજપના  પ્રમુખ મયુરભાઈ શાહ,મહામંત્રી માવજીભાઈ ડામોર,,મહામંત્રી જયંતીભાઈ પટેલ સહિત  ઉપરાંત પોશીના અને ખેડબ્રહ્મા તાલુકા શહેરના ભાજપના સંગઠનના પ્રમુખ-મહામંત્રીઓ સહિતના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને  પ્રદેશ પ્રમુખ સી.આર..પાટીલ ને ગાંધીનગર કમલમમાં જઈને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.ને પ્રદેશ પ્રમુખ સી.આર..પાટીલને શુભેચ્છા પ્રતીક રૂપે બ્રહ્માજીની છબી  આપી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.