Western Times News

Gujarati News

માલપુર ગાજણ ટોલપ્લાઝા બુથ કર્મચારીઓની હડતાલથી વાહનોની લાંબી કતારો

(પ્રતિનિધિ) ભિલોડા, શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ-૨૭ પર માલપુરના ગાજણ ગામ નજીક આવેલા ટોલ બુથ પર ફરજ બજાવતા કર્મચારીઓ પગાર વધારવાની માંગ સાથે ટોલપ્લાઝાના મેનેજરની ભેદભાવ ભરી નીતિ સામે વિરોધ નોંધાવવા વીજળીક વેગે સામુહિક હડતાલ પર ઉતરી જતા ટોલબુથ પર હોબાળો મચાવતા સતત વાહનોથી ધમધમતા ટોલપ્લાઝા પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટોલપ્લાઝા કર્મચારીઓની હડતાળના પગલે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો ટોલબૂથના કર્મચારીઓની હડતાલ અને કચેરીએ હોબાળો મચાવતા મુખ્ય અધિકારી તાબડતોડ ગાજણ ટોલપ્લાઝા પહોંચ્યા હતા અને કર્મચારીઓ સાથે વાટાઘાટો કરી મામલો થાળે પાડતા કર્મચારીઓએ હડતાલ સમેટી લેતા વાહન પૂર્વરત થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.