Western Times News

Gujarati News

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ માં દાહોદ શહેર સમગ્ર રાજયમાં બીજા ક્રમે

દાહોદ,  દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદને ચોખ્ખું ચણાક રાખવાના પ્રયાસોએ રંગ રાખ્યો છે અને સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ માં દાહોદ શહેર સમગ્ર રાજયમાં બીજા ક્રમે અને ઝોન પ્રમાણે ૨૧માં ક્રમાંકે આવ્યું છે. આ સર્વેક્ષણમાં દાહોદ નગરના ૭૨૬૭ નાગરિકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

ગત વર્ષોની સરખામણીમાં જોઇએ તો આ વર્ષે દાહોદે મોટી છલાંગ લગાવી છે. ગત વર્ષે રાજયમાં દાહોદનો ૧૫મોને ઝોનમાં ૧૯૭ મો રેન્ક હતો. જયારે વર્ષ ૨૦૧૮માં આ રેન્ક ૩૮૯ મો હતો. આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં ફક્ત ૭.૫ પોઇન્ટથી દાહોદ પ્રથમ ક્રમાંકે આવતા રહ્યું ગયું છે. દાહોદ નગરપાલિકાની સઘન સ્વચ્છતા ઝુંબેશનું આ પરીણામ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.