Western Times News

Gujarati News

૧૯મા બર્થ ડે પહેલાં જન્નત ઝુબેરે જેગુઆર ખરીદી

મુંબઈ: એક્ટ્રેસ જન્નત ઝુબેર સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે. ટિકટોક પર તેના વિડીયો લોકો ખૂબ પસંદ કરતા હતા. સ્ટાઈલથી માંડીને એક્ટિંગ સુધી જન્નત ઓડિયન્સના દિલ પર રાજ કરે છે. સોશિયલ મીડિયા પર પણ રસપ્રદ પોસ્ટ મૂકીને ફેન્સને એન્ટરટેઈન કરતી રહી છે.

‘શનિ’ સીરિયલની એક્ટ્રેસ જન્નત આમ તો ૨૯ ઓગસ્ટના રોજ ૧૯ વર્ષની થશે પરંતુ તેણે પોતાની બર્થ ડે ગિફ્ટ ખરીદી લીધી છે. ૧૯મા બર્થ ડેની ગિફ્ટ તરીકે જન્નતે મોંઘીદાટ કાર ખરીદી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જન્નેત જેગુઆર ખરીદી છે. પોતાને ગિફ્ટ કરેલી આ કારની તસવીરો જન્નતે સોશિયલ મીડિયા પર શેર કરી છે. બલૂન્સથી ડેકોરેટ કરેલી કારના બોનેટ પર બેઠેલી જન્નતે તસવીરો શેર કરીને ઈશ્વર અને પેરેન્ટ્‌સનો આભાર માન્યો છે.

જન્નતના પરિવારમાં નવા સભ્યનું આગમન થયું છે ત્યારે ચોક્કસ તેની ખુશીનું ઠેકાણું નહીં જ હોય. તસવીર શેર કરતાં એક્ટ્રેસે લખ્યું, “ઈશ્વરના આશીર્વાદ છે. અલ્લાહમુદ્દીન. ૧૯મો જન્મદિવસ. થેન્ક્યૂ ડેડી. થેન્ક્યૂ મમ્મા. જન્નતે કાર સાથેની તસવીર શેર કર્યા પછી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પછી એક કારના ઈન્ટિરિયર દર્શાવતી તસવીરો શેર કરી હતી. મહત્વનું છે કે, એક્ટ્રેસ જન્નતને ટિકટોક એપ દ્વારા પણ ખાસ્સી પોપ્યુલારિટી મળી હતી. ત્યારે આ ચાઈનીઝ એપ પ્રતિબંધિત કરવાના ર્નિણય અંગે જન્નતે કહ્યું હતું, “હું સરકારના આ ર્નિણયના સમર્થનમાં છું અને એપને બોયકોટ કરી છે.

માત્ર હું જ નહીં મારો આખો પરિવાર આ ર્નિણયના સમર્થનમાં છે. આગળ પણ જે નિયમો અને ગાઈડલાઈન્સ આવશે તેનું અમે પાલન કરીશું. ઉલ્લેખનીય છે કે, જન્નત ઝુબેરે બાળ કલાકાર તરીકે ટીવી પર પોતાનું કરિયર શરૂ કર્યું હતું. ૨૦૧૧માં આવેલી સીરિયલ ‘ફુલવા’માં પ્રખ્યાત થઈ હતી. ‘ભારત કા વીર પુત્રઃ મહારાણા પ્રતાપ’માં નાની ફુલ કંવરનો રોલ પણ જન્નતે કર્યો હતો. આ સિવાય ‘તૂ આશિકી’ સીરિયલમાં પંક્તિ શર્માનો રોલ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.