Western Times News

Gujarati News

અનિલ અંબાણીને દિલ્હી હાઇકોર્ટે રાહત આપી: નાદારીની પ્રક્રિયા પર રોક લગાવી

નવી દિલ્હી, દિલ્હી હાઇકોર્ટએ બિઝનેસમેન અનિલ અંબાણીને મોટી રાહત આપી છે. હાઇકોર્ટે અનિલ અંબાણી સામે જાહેર કરેલા ઈન્સૉલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે. આ બાબતે રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલ લિમિટેડ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લોન લેવાનો મામલો તેમની પર્સનલ ગેરંટી સાથે જોડાયેલો છે.   સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આરકોમ અને રિલાયંસ ઇન્ફ્રાટેલને 1200 કરોડની લોન આપી છે. અનિલ અંબાણીએ આ લોનને લઇને પર્સનલ ગેરંટી આપી હતી. આને આધાર બનાવીને મુંબઇ બેંકરપ્સી ટ્રિબ્યૂનલે એક વચગાળાના રિઝોલ્યૂશન પ્રોફેશનલને નિયુક્ત કરવા માટે આદેશ આપ્યો હતો. જે એસબીઆઇની 1200 કરોડની લોનની રિકવરી પર ધ્યાન રાખત. ટ્રિબ્યૂનના આદેશની સામે અંબાણીએ દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે પોતાની પીટિશનમા બિઝનેસમેન લલિત જૈનનુ પણ નામ લીધુ હતુ. આ બાબતમા પણ દિલ્હી હાઇકોર્ટે ઇન્સોલ્વેન્સી પ્રક્રિયા પર પણ રોક લગાવી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.