Western Times News

Gujarati News

રિયા મારા પુત્રની હત્યારન છે,તેની ધરપકડ થાય: સુશાંતના પિતા

મુંબઇ, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતના પિતા કે કે સિંહે પહેલીવાર રિયા ચક્રવર્તી પર જાહેરમાં આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે રિયા ચક્રવર્તી મારા પુત્રની હત્યારી છે તેની ધરપકડ થવી જાેઇએ એ યાદ રહે કે સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે અભિનેત્રી રિયા ચક્રવર્તી દ્વારા સુશાંતને પ્રતિબંધિત ડ્રગ્સ આપવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી વરિષ્ઠ વકીલે કહ્યું કે એવું સાગે છે કે રિયાએ સુશાંતની જાણકારી વિના પ્રતિબંધિત ડ્રગ્સ આપતી હતી જેથી તેના મગજને નિયંત્રિત કરવા તેની સાથે મનમાની કરી શકે.

સુશાંતના પિતાના વકીલે કહ્યું કે અભિનેતાના પરિવારે પહેલા વિચાર્યું હતું કે તેમને જે ડ્રગ વધુ માત્રામાં આપવામાં આવ્યું તેને ચિકિત્સક સાથે ચર્ચાથી આપવામાં આવ્યું હતું પરંતુ હવે લાગી રહ્યું છે કે સુશાંતની જાણ વગર ડ્રગ આપવામાં આવતુ હતું એવું લાગે છે કે તેને સામાન્ય સ્થિતિમાં નહીં રહેવા દેવા માટે આમ કરવામાં આવ્યું જેથી તે જેવું ઇચ્છે તેવું કરી શકે વકીલે કહ્યું કે સુશાંત ફીટ વ્યક્તિ હતો તે યોગ અને ધ્યાનમાં પણ વિશ્વાસ રાખતો હતો. સુશાંતના પિતાએ કહ્યુંં કે રિયા મારા પુત્રને લાંબા સમયથી ડ્રગ આપતી હતી આથી રિયા અને તેના સાથીની તાકિદે ધરપકડ કરવી જાેઇએ અને તેને સજા આપવી જાેઇએ સુશાંત આત્મહત્યા કેસની તપાસ હાલ સીબીઆઇ આ મામલાની તપાસ કરી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.