Western Times News

Gujarati News

એક જ દિવસમાં રાજ્યમાં ૭ ટીપી સ્કીમને મંજુરી અપાઈ

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના-કોવિડ-૧૯ સંક્રમણ સાથે-સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત બનાવવા ન્યૂ નોર્મલ નવી જનજીવન શૈલીથી વિકાસ કામોને ગતિ આપવાની સંકલ્પબદ્ધતા સાથે એક જ દિવસમાં ૭ જેટલી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે. તેમણે રાજ્યમાં આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ ટૂલ એવા ડી.પી, ટી.પી.ની મંજૂરીમાં ગતિશીલતા અને પારદર્શીતાના અભિગમ સાથે જે ૭ ટી.પી સ્કીમ મંજૂર કરી છે તેમાં ૩ ડ્રાફટ ટી.પી, ર પ્રીલીમીનરી તેમજ ર ફાયનલ ટી.પી.નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ ૭ ટી.પી ને મંજૂરી આપતાં ર૦ર૦ના વર્ષમાં રાજ્યમાં ટી.પી .ડી.પી ની. મંજૂરીનું અર્ધશતક પાર થયું છે.

આ એક જ વર્ષમાં તેમણે ર૪ ડ્રાફટ ટી.પી, ૧૬ પ્રિલીમીનરી ટી.પી અને ૭ ફાયનલ ટી.પી તેમજ ૩ ડ્રાફટ ડેવલપમેન્ટ પ્લાન સાથે પ૦ ટી.પી, ડી.પી.ની પરવાનગીઓ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસ સાથે આર્થિક-સામાજીક રીતે નબળા વર્ગોના લોકો માટે આવાસ નિર્માણ, જાહેર સુવિધાઓ તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ માટે સત્તાતંત્રોને જમીન સંપ્રાપ્ત કરાવવાના નિર્ણાયક અભિગમ સાથે આ અગાઉ ર૦૧૮ અને ર૦૧૯ના વર્ષોમાં સતત ૧૦૦-૧૦૦ ટી.પી.ની મંજૂરીની સિદ્ધિ મેળવેલી છે. હવે, મુખ્યમંત્રીએ ર૦ર૦ના વર્ષમાં જે વધુ ૭ ટી.પી ને એકસાથે મંજૂરી આપી છે

તેમાં ઔડાની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૪૩૦ વિસલપુર તથા નં. ૪૩૬ તેમજ ભાવનગરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં ૧૬ , અમદાવાદની જ બે વેરીડ પ્રીલીમનરી ટીપી સ્કીમ નં. ૧ અને નં. ૪૭ તથા બે ફાયનલ ટીપી સ્કીમ જેમાં ગુડાની નં. ૧૧/એ અડાલજ તથા રાજકોટની ટીપી ૯ ને મંજૂરી આપી છે.અમદાવાદ – ઔડા વિસ્તારની વધુ બે ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થવાથી ખાસ કરીને વિસલપુર-સનાથલ-નવાપુર વિસ્તારની વધુ ૫૩૫ હેકટર્સ જમીનના આયોજનને આખરી ઓપ મળશે. આ બે ડ્રાફ્ટ ટીપી સ્કીમથી સત્તામંડળને ૧૩૪ જેટલા જાહેર હેતુના પ્લોટો સંપ્રાપ્ત થશે.એટલું જ નહિ, સત્તામંડળને જાહેર હેતુના સંપ્રાપ્ત થનાર પ્લોટસમાં આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે આશરે ૧૭.૮૬ હેકટર્સ જમીન, બગીચા/ખુલ્લી જગ્યા/રમત-ગમતના મેદાન વિગેરે માટે આશરે ૨૩.૨૩ હેકટર્સ જમીન, સામાજીક માળખા માટે આશરે ૨૨.૧૫ હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે લગભગ ૪૫.૨૬ હેકટર્સ જમીન મળી કુલ ૧૦૮.૫૦ હેકટર્સ જેટલી જમીન ઉપલબ્ધ થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.