Western Times News

Gujarati News

ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ નું આયોજન ગાંધીધામ ખાતે 

ગાંધીધામ, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) દ્વારા ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીધામ ખાતે થશે. આ ટુર્નામેન્ટ કચ્છ ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસીએશન (કેડીટીટીએ) સ્પોર્ટ્સ કોપ્લેક્ષ, આદિપુર ખાતે તા. ૪ થી ૭ ઓગસ્ટ દરમ્યાન યોજાશે. ટુર્નામેન્ટનું આયોજન કચ્છ ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસીએશન (કેડીટીટીએ) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) ના માર્ગદર્શન હેઠળ થવા જઈ રહ્યું છે.

આ સ્ટેટ ટુર્નામેન્ટ કેડેટ બોય્સ અને ગર્લ્સ, સબ જુનીયર બોય્સ અને ગર્લ્સ, જુનીયર બોય્સ અને ગર્લ્સ, યુથ બોય્સ & ગર્લ્સ તેમજ મેન્સ અને વિમેન્સ જેવી વિવિધ દસ કેટેગરીઓમાં રમાશે. આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા માટેની અંતિમ તારીખ ૨૭મી જુલાઈ છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છતા રાજયના ટી.ટી. ખેલાડીઓએ પોતાના જીલ્લા એસોસીએશન મારફત એન્ટ્રી મોકલવાની રહેશે. ખેલાડીઓ વધુ માહિતી એસોસિએશનની વેબસાઈટgstta.in પરથી મેળવી શકશે તેવું જીએસટીટીએ ના માનદ મંત્રી શ્રી હરેશ સંગતાનીની યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.