Western Times News

Gujarati News

2020-21માં ભારતનો GDP ગ્રોથ -10.5 ટકા રહેશે : ફિચ

નવી દિલ્હી, ઈન્ટરનેશનલ રેટિંગ એજન્સી ફિચે ભારતની ઈકોનોમીને લઈને કરેલુ અનુમાન ખતરાના સંકેત આપી રહ્યુ છે. ફિચના અનુમાન પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની જીડીપી માઈનસ 10.5 ટકા રહી શકે છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

જુનના ક્વાર્ટરમાં જીડીપી માઈનસ 23.9 ટકા રહ્યા બાદ ભારત માટે આ અનુમાન આંચકાનજક છે.ફિચનુ કહેવુ છે કે, ઈકોનોમી લોકડાઉન ખુલ્યા બાદ ઓક્ટોબર થી ડિસેમ્બરના ક્વાર્ટરમાં જીડીપીમાં મજબૂત સુધારો થવો જોઈએ પણ સંકેત એવા મળી રહ્યા છે કે, ઈકોનોમીમાં સુધારો થવાની ગતિ ધીમી રહેશે. ફિચે પહેલા ભારત માટે માઈનસ પાંચ ટકા જીડીપી ગ્રોથનુ અનુમાન કર્યુ હતુ.ફિચનુ કહેવુ છે કે, ભારતની રિયલ જીડીપી 26.90 લાખ કરોડ રુપિયા રહી છે.જ્યારે ગયા વર્ષે આ સમય દરમિયાન જીડીપી 35.35 લાખ કરોડ રુપિયા રહી હતી.આમ જીડીપમાં થયેલો ઘટાડો લગભગ ચોથા ભાગ જેટલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.