Western Times News

Gujarati News

બિહારમાં મહાગઠબંધનમાં બેઠકોની ફાળવણીને લઇ તિરાડ

પટણા, બિહારમાં આગામી વિધાનસભા ચુંટણીને લઇ તમામ મુખ્ય રાજકીય પક્ષો બેઠકોની ફાળવણીને લઇ ગણિત લગાવવામાં લાગ્યા છે રાજદના નેતૃત્વવાળા મહાગઠબંધનની વાત કરીએ તો અહીં બેઠકોને લઇ ખેંચતાણ ચાલી રહી છે આંકડા વિધાનસભાની કુલ સંખ્યાથી પણ કયાંય વધુ પહોંચી રહ્યાં છે ગઠબંધનમાં સામેલ રાજકીય પક્ષોનો પ્રયાસ વધુમાં વધુ બેઠકો પર ઉમેદવારોને ઉતારવાનો છે તેની ડિમાંડને જાેતા મહાગઠબંધનમાં બેઠકોનો આંકડો ૪૦૦ને પાર પહોંચતો નજરે પડી રહ્યો છે જે કોઇ પણ સ્થિતિમાં સંભવ નથી એવા સવાલ ઉઠી રહ્યાં છે કે રાજદ સાથીઓને મનાવવામાં કેવી રીતે સફળ રહેશે. આગામી ચુંટણીમાં જયાં રાજદ ખુદને ૧૬૦ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવાની યોજના બનાવી રહી છે ત્યાં ગઠબંધનના બીજા મોટા પક્ષ કોંગ્રેસે ૯૦થી વધુ બેઠકોની માંગ કરી છે. ભાકપા માલે તરફથી લગભગ ૫૦ બેઠકોની માંગ કરવામાં આવી છે આરએલએસપીએ પણ ૪૫થી વધુનો દાવો કર્યો છે જયારે ગઠબંધનના એક અન્ય પક્ષના મુકેશ સહનીની પાર્ટી વીઆઇપીએ લગભગ ૨૫ બેઠકો માંગી છે તમામ રાજકીય પક્ષો તરફથી માંગ જાેડવામાં આવે તો આંકડો ૪૦૦ને પાર પહોંચી રહ્યો છે. મહાગઠબંધનમાં સામેલ પક્ષોની વિધાનસભામાં વર્તમાન સ્થિતિ પર નજર રાખવામાં આવે તો રાજદ પાસે ૮૦ બેઠકો છે જયારે કોંગ્રેસ પાસે ૨૬ ભાકપા માલે ૩, આરએલએસપીના બે બેઠકો છે. રાજદ માટે બેઠકોની ફાળવણી મોટો પડકાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.