Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે જાયન્ટસ ગુપ ઓફ પ્રાંતિજ સહેલી દ્વારા વૃધ્ધાશ્રમમાં વૃધ્ધોને પાણી પુરી ખવડાવવામાં આવી

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સેવાભાવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલ પ્રાંતિજ જાયન્ટસ ગુપ ઓફ પ્રાંતિજ સહેલી દ્વારા જાયન્ટસ વિક  ને લઈને  પ્રાંતિજ વૃધ્ધાશ્રમ ખાતે કેક કાપી ને વૃધ્ધાશ્રમ ના વુધ્ધો ને પાણી પુરી ખવડાવવામાં આવી હતી . પ્રાંતિજ ખાતે કાર્યરત જાયન્ટસ ગુપ ઓફ પ્રાંતિજ સહેલી દ્વારા જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન ના અધ્યા સ્થાપક નાના ચુડાસમા ના જન્મ દિવસ ને લઈને જાયન્ટસ વિક મનાવવામાં આવી રહ્યું છે જેમાં પ્રાંતિજ ખાતે કાર્યરત પ્રાંતિજ જાયન્ટસ ગુપ ઓફ પ્રાંતિજ તથા જાયન્ટસ ગુપ ઓફ પ્રાંતિજ સહેલી દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે

જેના ભાગરૂપે પ્રાંતિજ ખાતે જાયન્ટસ ગુપ ઓફ પ્રાંતિજ સહેલી દ્વારા તા.૨૩|૯|૨૦૨૦ ને બુધવાર ના રોજ રાત્રીના સમયે પ્રાંતિજ ખાતે આવેલ તીર્થાગન વિસામો વૃધ્ધાશ્રમ ખાતે વૃધ્ધાશ્રમ માં રહેતા વૃધ્ધો સાથે મનાવ્યો હતો જેમાં વૃધ્ધાશ્રમ ખાતે વૃધ્ધો સાથે કેક કાપી ભંજન કિર્તન , ગીત સંગીત નો કાર્યક્રમ યોજાયો હતો તો જાયન્ટસ ગુપ ઓફ પ્રાંતિજ સહેલી ના સભ્યો દ્વારા વૃધ્ધાશ્રમ માં રહેતા વૃધ્ધો ને પાણી પુરી ખવડાવવામાં આવી હતી

તો વૃધ્ધાશ્રમ ના વુધ્ધો ને પણ ચટાકેદાર પાણી પુરી નો ટેસ્ટ ગણાય લાબા સમય પછી મળતા મન મુકીને પાણીપુરી આરોગીને આનંદ માણ્યો હતો તો પ્રાંતિજ જાયન્ટસ ગુપ ઓફ પ્રાંતિજ સહેલી ના સભ્યો દ્વારા જાતે પાણી પુરી પીરસીને ખુશી પણ વ્યક્ત કરી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ જાયન્ટસ ગુપ ઓફ પ્રાંતિજ સહેલી ના પ્રમુખ વર્ષા બેન ભાવસાર , પૂર્વ ફેડરેશન ઓફિસર કુલદીપ ભાઇ ભટ્ટ , પૂર્વ ફેડરેશન ઓફિસર શિલ્પાબેન શર્મા , ફેડરેશન ઓફિસર મનીષાબેન ભટ્ટ , પૂર્વ પ્રમુખ વજેશભાઇ ભાવસાર , ઇશાનભટ્ટ , ઓમ શર્મા , વૃધ્ધાશ્રમ ના ટ્રસ્ટી વિભાષભાઇ પટેલ સહિત સહેલી મેમ્બર્સ હાજર રહ્યા હતાં તો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન વજેશભાઇ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું . પ્રાંતિજ


Read News In Hindi

Read News in English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.