Western Times News

Gujarati News

સ્કોર્પીઓ ગાડીમાં દેશી દારૂની ખેપ મારતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા

પોલીસ અધિક્ષક  ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી દેશવિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો / લીસ્ટેડ બુટલેગરો ઉપર વૉચ તપાસ રાખી દારૂના કેસો શોધી કાઢવા સુચના કરેલ

જે સુચનાની અમલવારીના ભાગરૂપે  એમ.ડી.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ આજ તા .૨૮ / ૦૯ / ૨૦૨૦ ના રોજ એલ.સી.બી. સ્ટાફના પો.ઇન્સ  એમ.ડી.પટેલ , પો.સબ.ઇન્સ એ.ઓ.તિવારી તથા એ.એસ.આઇ રતસિંહ , કનકસિંહ ,.યશપાલસિંહ ,  દેવેન્દ્રસિંહ અર્જુનસિંહ , તથા.શીવભદ્રસિંહ નાઓ ચકલાસી પો.સ્ટે . હદ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા .

દરમ્યાન પો.સબ.ઇન્સ  એ.ઓ.તિવારી તથા આ.હેડકો . કનકસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપી વાસુદેવ ઉર્ફે વાસુ સાઓ સામંતભાઇ તળપદા રહે . ચલાલી તાબે શક્તિનગર નાઓને પોતાની સ્કોર્પીઓ ગાડી નં . GJ – 01 – HK 7897 માં ૨૨ મીણીયાની કોથળીઓમાં દેશી દારૂ લીટર ૬૯૦ કિ.રૂ. ૧૩,૮૦૦ તથા સ્કોર્પીઓ ગાડી કિ.રૂ. ૨,૦૦,૦૦૦ / – તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦ / – તથા અંગ જડતીના રૂ . ૮૦ મળી કુલ્લે રૂ . ૨,૨૩,૮૮૦ / – ના પ્રોહિ મુદ્દામાલ સાથે વડોદરાથી અમદાવાદ જતાં વન વે એકસપ્રેસ વે રોડ ઉપર ચકલાસી ઓવરબ્રીજ ને ૧૫ પાસેથી ઝડપી પાડી સદરી ઇસમ વિરૂદ્ધ ચકલાસી પો.સ્ટે . ગુનો રજી . કરેલ છે . (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.