Western Times News

Gujarati News

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની નવી ત્રણ યોજનાઓના   ઈ – લોંચિંગ  કાર્યક્રમ યોજવામાં આવ્યો

નડિયાદ – રમત ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ , ગાંધીનગર સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની નવી ત્રણ યોજનાઓના ઈ – લોચિંગ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો . જેમાં ૧ ) મોબાઈલ ટુ સ્પોર્ટસ ૨ ) રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર અને ૩ ) ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજના : ગ્રામ્ય વિસ્તારમાં ૫૦૦ રમત – ગમતના મેદાનો વિકસિત કરવા અંગેની યોજનાઓનું માન . મુખ્યમંત્રીશ્રી દ્વારા ઈ – લોનિંગ કરવામાં આવ્યું .

જેમાં રાજ્ય રમત ગમત મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ , રમત – ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સી.વી.સોમ , સચિવશ્રી અંજનાબેન , સંગીત નાટ્ય અકાદમી અધ્યક્ષશ્રી પંકજભાઈ ભટ્ટ અને ખેડા જિલ્લા ખાતે જિલ્લા રમત – ગમત અધિકારી  ડૉ . અમિત ચૌધરી , સીનીયર કોચ ડૉ . મનસુખ તાવેથીયા , પ્રાંત યુવા વિકાસ અધિકારી  યોગેશ મોદી , ડૉ . ચેતન શિયાણીયા , જીલ્લા કોચ અને સ્વામી વિવેકાનંદ યુવક મંડળના જીલ્લા સંયોજક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.