Western Times News

Gujarati News

 રિલાયન્સ “જિયો સારથી’’  દ્વારા ડિજિટલ રીચાર્જિસને પ્રોત્સાહન મળશે

ડિજીટલી સહાયરૂપ રીચાર્જ જિયો ડિજીટલ લાઇફ વિઝનને વધુ એક પ્રોત્સાહન

જિયોએ તેના ડિજીટલ લાઇફ વિઝનની દિશામાં વધુ એક ડગલું માંડતા જિયો સારથી રજૂ કર્યું છે. આ ઇન્ટરએક્ટિવ ઇન-એપ તેના પાર્ટનર યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યુ છે. તેની મદદથી તેના પાર્ટનર યુઝર્સ ડિજીટલ રિચાર્જ જર્નીનો ફાયદો ઉઠાવી શકશે. જિયો સારથીને માયજિયો એપ સાથે જોડવામાં આવ્યુ છે અને જિયોએ તેના દ્વારા અવિરત ડિજીટલ રિચાર્જિસને સુગમ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

જિયો રિચાર્જમાં હવે જિયો સારથી તમારું ભાગીદાર બન્યું છે. પ્લાન પસંદ કરવાથી લઈને તેની ચૂકવણી કરવા સુધી જિયો સારથી તમને દરેક પગલાએ આગળ કેવી રીતે વધવુ તેનું માર્ગદર્શન આપશે. હવે તમારે જો પોતાની જ ભાષામાં વાત કરવી હોય તો જિયો સારથી આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારી સાથે વાત કરશે અને તમને ચૂકવણીની માહિતી સાથે કેવી રીતે તમારો કાર્ડ નંબર શોધવો અને ક્યાં એન્ટર થવું તેમાં મદદ કરશે.

જિયોના યુઝર્સ જેમણે હમણા સુધી ઓનલાઇન રીચાર્જ કર્યુ નથી તેઓ આ નવા ફીચરનો ફાયદો ઉઠાવી શકશે. રીચાર્જ માટે સહાયરૂપ આ સગવડ પ્રારંભમાં અંગ્રેજી અને હિંદીમાં ઉપલબ્ધ હશે અને પછી 12 ભાષાઓમાં તે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી સમગ્ર દેશમાં જિયોના ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરી શકાય.

ટેલિકોમ ઉદ્યોગમાં આ પ્રકારની આ પ્રથમ પહેલ છે અને તે ગ્રાહકોને ડિજીટલી સહાય કરવાની દિશામાં થયેલો ક્રાંતિકારી ફેરફાર છે. જિયો સારથી જિયો યુઝર્સને ઓનલાઇન ડિજિટલ રીચાર્જિસમાં જબરજસ્ત પ્રોત્સાહન આપશે અને ડિજિટલ રીચાર્જ જર્નીમાં મદદ કરી કનેક્ટિવિટી અવિરત ધોરણે જળવાઈ રહે તે સુનિશ્ચિત કરશે. આ રીતે ગ્રાહક સહાયતાની આ પહેલ અત્યાર સુધી ડિજીટલી રીચાર્જની પ્રક્રિયા અંગે સાશંકિત રહેલા યુઝર્સમાં ડિજીટલ રીચાર્જિસની સ્વીકાર્યતાને પ્રોત્સાહન આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.