Western Times News

Gujarati News

જેસલમેરમાં જવાનો સાથે પીએમ મોદી દિવાળી ઉજવશે

નવી દિલ્હી: પીએમ મોદી દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી સેનાના જવાનો સાથે મનાવી શકે છે. પીએમ મોદી આ વખતે રાજસ્થાનના જેસલમેર બોર્ડર પર દિવાળી ઉજવી શકે છે. સીડીએસ જનરલ બિપિન રાવત પણ આ અવસરે તેમની સાથે રહી શકે છે.

અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દર્ મોદી પોતાની દરેક દિવાળી સરહદ પર ડટેલા સૈનિકો સાથે મનાવે છે. આ વખતે પણ તેમનો સૈનિકો સાથે દિવાળી ઉજવવાનો કાર્યક્રમ લગભગ ફાઈનલ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ વખતે તેઓ સરહદ પર બનેલી લોંગેવાલા પોસ્ટ પર દિવાળી ઉજવશે. આ માટે સેના અને એસપીજી તરફથી તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી દેવાયું છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીના આ વખતના જેસલમેર પ્રવાસમાં તેમની સાથે સીડીએસ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે પણ સાથે રહેશે. છેલ્લા 7 મહિનાથી લદાખમાં ભારત-ચીન વચ્ચે યુદ્ધ જેવા હાલાત છે આવામાં પીએમ મોદી જેસલમેર પહોંચીને સૈનિકો સાથે દિવાળી ઉજવશે તો જવાનોનો ઉત્સાહ પણ ચોક્કસપણે વધશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.