Western Times News

Gujarati News

દુનિયાભરમાં ચોવીસ કલાકમાં ૬ લાખ કોરોના વાયરસના કેસ

Files Photo

નવીદિલ્હી, દુનિયાભરમાં કોરોના મહામારીનો ગ્રાફ તેજીથી ઉપર તરફ વધી રહ્યો છે દુનિયાના ૨૧૮ દેશોમાં ફેલાઇ ચુકેલ કોરોના વાયરસના છેલ્લા ૨૪ કલાકમાં છ લાખથી વધુ નવા મામલા સામે આવ્યા છે જયારે ૧૦,૭૫૭ કોરોના સંક્રમિતોના મોત થયા છે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં સૌથી વધુ મોત થયા છે ત્યારબાદ ઇટાલી, મેકિસકો ફ્રાંસ પોલાંડ બ્રિટેન બ્રાઝીલ રશિયા ભારતમાં મોતના સૌથી વધુ કેસ આવ્યા સૌથી વધુ સંક્રમિતોની યાદીમાં ફ્રાંસને છોડી રશિયા ચોથા નંબર પર આવી ગયો છે.

વલ્ર્ડોમીટર વેબસાઇટ અનુસાર દુનિયામાં અત્યાર સુધી છ કરોડ ૧૯ લાખ મામલા સામે આવી ચુકયા છે જયારે અત્યાર સુધી ૧૪ લાખ ૪૮ હજાર લોકોના મોત થયા છે જયારે ચાર કરોડ ૨૭ લાખથી વધુ લોકો ઠીક થઇ પણ ગયા છે એક કરોડ ૭૭ લાખ ૩૭ હજાર લોકો હજુ પણ કોરોના સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે.

કોરોનાથી સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા સૌથી ઉપર છે સૌથી વધુ તેજીથી મામલા પણ અમેરિકામાં વધી રહ્યાં છે અમેરિકામાં ગત ૨૪ કલાકમાં એક લાખ ૬૦ હજારથી વધુ નવા કેસ આવ્યા છે ત્યારબાદ ભારતનો નંબર આવે છે ભારતમાં ૯૩ લાખ કરોના સંક્રમિત થઇ ચુકયા છે અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ હજાર મામલા વધ્યા છે.જયારે કોરોનાથી ત્રણ સૌથી મોટા પ્રભાવિત દેશ બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૩૩ હજાર મામલા દાખલ થયા છે.

દુનિયાના ૧૪ દેશોમાં ૨૦ હજારથી વધુ કોરોના દર્દીઓના મોત નિપજયા છે તેમાંથી નવ દેશો એવા છે જયાં ૪૦ હજારથી વધુ મોત થયા છે દુનિયામાં ૫૬ ટકા લોકોના જીવ ફકત છ દેશોમાં થયા છે તેમાં અમેરિકા બ્રાઝીલ ભારત મેકિસકો બ્રિટેન ઇટાલી છે.જયારે દુનિયાના ૨૪ દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫ લાખને પાર પહોંચી ચુકી છે. તેમાં ઇટાલી પેરૂ સાઉથ આફ્રિકા ઇરાન જર્મની પોલાંડ અને ચિલી સામેલ છે.

ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિતોના મામલામાં બીજા નંબર પર છે એટલું જ નહીં સૌથી વધુ મોતના મામલામાં ત્રીજા નંબર પર છે આ સાથે જ ભારત એવો સાતમો દેશ છે જયાં સૌથી વધુ એક્ટિવ કેસ છે સૌથી વધુ એકિટવ કેસ અમેરિકા ફ્રાંસ ઇટાલી બેલ્જિયમ બ્રાઝીલ અને રશિયામાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.