Western Times News

Gujarati News

મલાઈકાએ બોયફ્રેન્ડ અર્જુન સાથેની તસવીર શેર કરી

મુંબઈ: તમે હાલમાં જ મલાઈકા અરોરાની થેન્ક્‌સગિવિંગ પોસ્ટ જોઈ હશે. જે મિત્રો, પરિવાર, કૃતજ્ઞતા અને પ્રેમ વિશેની હતી. મલાઈકાએ શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર થેન્ક્‌સગિવિંગનો વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે પોતાના જીવનમાં રહેલા લોકો માટે ઈશ્વરનો આભાર માન્યો હતો. આ વિડીયોમાં બેશક મલાઈકાનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ હતો. અર્જુન આ વિડીયોમાં ત્રણવાર દેખાયો હતો. હવે મલાઈકાએ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથેની વધુ એક તસવીર શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવેલી આ તસવીર ધર્મશાલાની છે.

ધર્મશાલાની મનમોહી લેતી સુંદરતા વચ્ચે ક્લિક કરાયેલી આ તસવીરમાં અર્જુન-મલાઈકાનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ પણ દેખાઈ રહ્યું છે. તસવીર શેર કરતાં મલાઈકાએ લખ્યું, તું આસપાસ હોય છે ત્યારે એક ક્ષણ પણ નીરસ નથી હોતી. તસવીરમાં જોઈ શકો છો કે મલાઈકાએ ગ્રીન આઉટફિટ અને બ્રાઉન લોફર્સ પહેર્યા છે. જ્યારે અર્જુન કપૂર ગ્રે સ્વેટશર્ટ અને બ્લેક પેન્ટમાં હેન્ડસમ દેખાઈ રહ્યો છે. તસવીર માટે પોઝ આપતી વખતે કપલ કોઈ વાતે હસતાં-હસતાં એકબીજાને ભેટી રહ્યું છે. જણાવી દઈએ કે, અર્જુન કપૂર હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આગામી ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યો છે. ત્યારે દિવાળીનો તહેવાર અર્જુન સાથે ઉજવવા માટે મલાઈકા ધર્મશાલા ગઈ હતી.

આ હિલ સ્ટેશન પર મલાઈકા સાથે તેની બીએફએફ કરીના કપૂર ખાન પણ હતી. સૈફ અલી ખાન પણ અર્જુન સાથે આ ફિલ્મમાં છે ત્યારે પતિ સાથે દિવાળી ઉજવવા કરીના દીકરા સાથે ત્યાં પહોંચી હતી. ધર્મશાલામાં અર્જુન કપૂર મલાઈકા અને કરીના માટે ફોટોગ્રાફર બની ગયો હતો. તેણે બંને બહેનપણીઓની ઘણી તસવીરો ક્લિક કરી હતી. ઉલ્લેખનીય છે કે, અર્જુન કપૂર અને મલાઈકાએ ગયા વર્ષે એક્ટરના બર્થ ડે પર પહેલીવાર રિલેશનશીપ જાહેર કરી હતી. મલાઈકાએ તસવીર પોસ્ટ કરીને અર્જુન માટે લખ્યું હતું, ‘મારો ક્રેઝી, ખૂબ જ રમૂજી અને અમેઝિંગ અર્જુન કપૂર. કોરોના મહામારી પહેલા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણીવાર સાથે ડેટ પર જતાં જોવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.