Western Times News

Gujarati News

બિહારમાં પતિએ ચાર બાળકોને મારી નાખી ઝેર પીધું

Files Photo

પટણા, બિહારના સિવાન જીલ્લામાંથી એક ખતરનાક અને દિલ ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે.સિવાન જીલ્લાના ભગવાનપુર પોલીસ સ્ટેશનના બલહા ગામમાંથી એક સનકી પતિએ પોતાની પત્ની અને પાંચ બાળકોને ધારદાર હથિયારોથી કાપ્યા હતાં તેમાં ચાર બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતાં જયારે પત્ની અને એક પુત્રીની હાલત ગંભીર છે પતિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ચાર મૃત્યુ પામેલા બાળકોમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. આરોપીએ કહ્યું કે તે ઘટનાને પરિણામ આપ્યા બાદ તેણે પોતે પણ ઝેર પીધુ અને પોલીસને આ અંગે માહિતી આપી આરોપીની સારવાર સદર હોસ્પિટલમાં ચાલી રહી છે આરોપીએ પોલીસને જે બતાવ્યું તે અનુસાર લાગે છે કે આરોપીની માનસિક સ્થિતિ ઠીક નથી જે બાળકોના ઘટના સ્થળે મોત થયા છે તેમાં જયોતિકુમારી ઉવ ૧૭,અભિષેક ૧૫,નીતીશ ૧૨ અને મુકેશ ૭ વર્ષનો સમાવેશ થાય છે.પત્ની રીતાદેવી અને એક પુત્રી અંજલિને પટણા મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવી છે સનકી પતિ અવધેશ ચૌધરીએ કહ્યું હું બહાર ફરતો હતો ત્યારે મારી અંદર એક હવા ધુસી અને ત્યારબાદ મને લાગ્યું કે મારી સામે જે વ્યક્તિ આવશે તેને મારી દેવો જાેઇએ ત્યારબાદ મારી પત્ની અને બાળકો જ મારી સામે આવ્યા જેમને હું મારતો ગયો આ ઘટનાને પરિણામ આપ્યા બાદ આ અંગે પોલીસને જાણ કરી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.