Western Times News

Gujarati News

પેટ્રોલ-ડિઝલ ૧૧ દિવસમાં દોઢ રુપિયા મોંઘા થઈ ગયા

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ દેશમાં ૨૫ મહિનાના ઉપલા સ્તર પર પહોંચી ગયા છે. છેલ્લા ૧૧ દિવસથી ઓઇલ કંપનીઓ સતત ભાવ વધારી રહી છે. નોંધનીય છે કે ૧૧ દિવસમાં ઓઇલના કિંમતો લગભગ ૧.૫૦ રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગઈ. સરકારી ઓઇલ કંપનીઓએ આજે બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.

તેને કારણે દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ ૮૨.૪૯ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૭૨.૬૫ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં પેટ્રોલનો ભાવ ૯૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ વધી ગયો છે. બીજી તરફ ડીઝલનો ભાવ ૮૧રૂપિયા પ્રતી લીટરની નજીક પહોંચી ગયો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડા બાદ લોકો રાહતની આશા રાખી રહ્યા હતા.

પરંતુ લોકોને કેન્દ્ર સરકારે આંચકો આપ્યો હતો. સરકારે પેટ્રોલ પર ૧૦ રૂપિયા અને ડીઝલ પર ૧૩ રૂપિયા પ્રતિ લીટર એક્સાસાઇઝ ડ્યૂટી વધારી દીધી હતી. આ પહેલા વર્ષે ૨૦૧૪માં પેટ્રોલ પર ટેક્સ ૯.૪૮ રૂપિયા પ્રતિ લીટર હતો અને ડીઝલ પર ૩.૫૬ રૂપિયા. નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ સુધી કેન્દ્ર સરકારે તેમાં નવ વાર વધારો કર્યો.

આ ૧૫ સપ્તાહમાં પેટ્રોલ પર ડ્યૂટી ૧૧.૭૭ અને ડીઝલ પર ૧૩.૪૭ રૂપિયા પ્રતિ લીટર વધી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જીસ્જી કરીને પણ જાણી શકાય છે.

ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે. વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.