Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે ભારત બંધ ને મિશ્ર પ્રતિસાદ

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભારત બંધ ને લઈને મિશ્ર પ્રતિસાદ જોવો મળ્યો હતો તો કોગ્રેસ કાર્યકરો તથા ખેડૂતો દ્વારા બજાર બંધ કરાવ્યું હતું તો વિરોધ કરી રહેલ ખેડૂતો અને કોગ્રેસ ના ૨૪ જેટલા કાર્યકરોની પ્રાંતિજ પોલીસે અટકાયત કરી હતી.

ખેડૂતો દ્વારા આઠ ડીસેમ્બર ના રોજ ભારત બંધ નું એલાન આપવામાં આવ્યુ હતુ તો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો તો ખેડૂતો તથા કોંગ્રેસ કાર્યકરો દ્વારા સવારે બજાર બંધ કરાવવા નિકળ્યા હતા તો વેપારીઓ દ્વારા બજાર બંધ કર્યુ હતું તો ધરતી પુત્ર અનિલ પટેલ માઇક સાથે બજાર બંધ કરાવવા નિકળ્યા હતાં તો પ્રાંતિજ પોલીસ દ્વારા અનિલ પટેલ પાંસેથી માઈક પડાવી લીધુ  હતું

તો કોંગ્રેસ કાર્યકરો તથા ખેડૂતો દ્વારા પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે શાકભાજી સાથે વિરોધકર્યો હતો તો પ્રાંતિજ પોલીસ દ્વારા કોંગ્રેસ ના પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ બારૈયા સહિત ખેડૂત પુત્ર અનિલ પટેલ, રેખાબેન સોલંકી, નિરૂબેન પટેલ, કોંગ્રેસ ના તાલુકા પ્રમુખ નરેન્દ્ર ભાઇ પટેલ  , સહિત  ૨૪ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી અને હિંમતનગર ખાતે લઇ જવામાં આવ્યા હતા તો પ્રાંતિજ માર્કેટયાર્ડ ખુલ્લું જોવા મળ્યું હતું પણ એક પણ વેપારીઓ તથા ખેડૂતો માર્કેટ યાર્ડ ખાતે ફરક્યા ન હતા તો પ્રાંતિજ ખાતે ભારત બંધ ને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો તો પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ નો પક્ષ પાત   જોવા મળ્યો હતો


જેમાં કોંગ્રેસ કાર્યકરો તથા ખેડૂતો માટે સવાર થીજ પોલીસ ધમપછાડા કરી રહી હતી અને કોગ્રેસ અને ખેડૂતો સહિત ૨૪ જેટલા કાર્યકરોની પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરી હતી તો બીજી તરફ ભાજપ ના કેટલાક કાર્યકરો બજાર ખોલાવવા માટે બજાર માં નિકળ્યા હતાં ત્યારે પ્રાંતિજ પોલીસ પ્રેક્ષક બનીને જોઇ રહી હતી ત્યારે કાયદો કયા ગયો તેવો મુદો પણ ટોપએન્ડ ટાઉન બન્યો હતો .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.