Western Times News

Gujarati News

નેહા રોહનપ્રીતની સાથે અડધી રાત્રે ઢોંસા ખાવા માટે પહોંચી

મુંબઈ: બોલિવૂડની ફેમસ સિંગર નેહા કક્કડ હાલમાં તેની મેરિડ લાઇફ ખુબજ એન્જાેય કરી રહ્યાં છે. નેહા કક્કડ ઘણી વખત પતિ રોહનપ્રીત સિંહની સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં નજર આવે છે. હાલમાં જ નેહાએ રોહનપ્રીતની સાથે ધ કપિલ શર્મા શોમાં હાજર રહી હતી. જ્યાં બંનેએ તેમની લવ લાઇફ અંગે ખુલાસો કર્યો હતો. નેહા અને રોહનપ્રીતની સાથે સતત મસ્તી કરતી નજર આવે છે.

ગત રાતે પણ નેહા અને રોહનપ્રીતને મુંબઇનાં રસ્તા પર સ્પોટ થયા હતાં. જ્યાં, રસ્તામાં બંનેને કેમેરામેન મળી ગયા હતાં. નેહા કક્કડ, રોહનપ્રીત સિંહની સાથે ડોસા ખાવા નીકળી હતી. ત્યારે બંનેને રસ્તામાં કેમેરામેન મળી ગયો. એવામાં જ્યારે બંનેને પુછવામાં આવ્યું કે, ક્યાં જઇ રહ્યાં છો તો નેહાએ જણાવ્યું કે, બંને ડોસા ખાવા બહાર નીકળ્યાં છે. નેહા કક્ક્‌ડ અને રોહનપ્રીત સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.

જેમાં બંને એકબીજાની સાથે ખુજ ખુશ નજર આવી રહ્યાં છે. નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરય ભયાનીએ તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જે તેજીથી વાયરલ થઇ રહ્યો છે. વિડિયોમાં નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહનાં એક-બીજાની સાથે કારમાં નજર આવ્યાં છે. જ્યાં ફોટોગ્રાફર્સને પુછવા પર બંનેએ વાતો કરી છે. આ દરમિયાન બંને એક બીાજનાં વખાણ કરતા નજર આવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.