Western Times News

Gujarati News

Bollywood: કરીના કપૂર અને કરિશ્માએ ઉજવ્યો પપ્પાનો બર્થ ડે

મુંબઈ, રણધીર કપૂર અને બબિતા ઘણા વર્ષોથી અલગ રહે છે, જાે કે આ વાતથી બંને દીકરીઓના પ્રેમમાં સહેજ પણ ઘટાડો થયો નથી. કરીના કપૂર અને કરિશ્મા કપૂર ખાસ કરીને વીકએન્ડ પર બાળકો સાથે એકલા રહેતા પિતાને મળવા દોડી જાય છે અને તેમની સાથે સમય પસાર કરે છે. ગઈકાલે (૧૫ ફેબ્રુઆરી) રણધીર કપૂરનો બર્થ ડે હતો, જેને પરિવારે સાથે મળીને સેલિબ્રેટ કર્યો હતો.

પપ્પાને વિશ કરતાં બેબોએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરી હતી, જે વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ‘બર્થ ડે બોય’ સૌથી નાના દોહિત્ર જેહ સાથે મસ્તી કરતા જાેવા મળ્યા. કરીના કપૂરે પપ્પાને વિશ કરતાં લખ્યું હતું ‘મારા બંને ફેવરિટ છોકરાઓ મને જે સૌથી વધારે ગમે છે તે કરી રહ્યા છે. હેપ્પી બર્થ ડે પાપા. આઈ લવ યુ સો મચ!’.

બેબોને પાઉટ કરીને તસવીરો ક્લિક કરાવવી ગમે છે અને રણધીર તેમજ જેહ અહીંયા તેની નકલ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તસવીરમાં નાનકડી ચેર પર બ્લૂ ટીશર્ટ અને શોર્ટ્‌સ બેસીને પહેલો જેહ ક્યૂટ લાગી રહ્યો છે. મલાઈકા અરોરા, અમૃતા અરોરા, તુષાર કપૂર તેમજ સબા પટૌડી સહિતના ફ્રેન્ડ્‌સે કોમેન્ટ કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

કરિશ્મા કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જેમાં બંને બહેનો વ્હાઈટ આઉટફિટમાં ટિ્‌વનિંગ કરતી જાેવા મળી. જ્યારે રણધીર કપૂરે લાઈટ બ્લૂ કલરનો શર્ટ અને પેન્ટ પહેર્યું હતું. કેપ્શનમાં ‘શુદ્ધ પ્રેમ’ લખીને સાથે વ્હાઈટ હાર્ટ ઈમોજી મૂક્યું હતું. રણધીર કપૂર માટે તેમના દોહિત્રો અને દોહિત્રીએ સુપર હીરોની થીમ પર ક્યૂટ કેક બનાવડાવી હતી.

જેની તસવીર કરિશ્મા કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. કેકની ઉપર લખ્યું હતું ‘સુપર નાના સુપર હીરો. હેપ્પી બર્થ ડે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરિશ્મા કપૂર ઘણા વર્ષથી મોટા પડદાથી દૂર છે. જાે કે, રિયાલિટી શોમાં તે ગેસ્ટ તરીકે હાજરી આપતી રહે છે.

બીજી તરફ, કરીના કપૂર પાસે ઢગલો ફિલ્મ છે અને તે પોતાનું કામ હિંદી સિનેમા સુધી સીમિત રાખવા માગે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે ‘અહીંયા લોકો પશ્ચિમમાં જઈ રહ્યા છે અને ત્યાં લોકો અહીં આવશે તેવી આશા રાખે છે. આપણે પણ એટલા જ સન્માનને પાત્ર છીએ.

હું હોલિવુડમાં પહેલાથી જ કામ કરવા માગતી નથી. મારા મૂળ અહીંયા છે. મારા બાળકો નાના છે, હું પરણેલી છું અને બધુ ઝડપથી થઈ રહ્યું છે. તેમને છોડીને ત્યાં જવું મુશ્કેલ છે’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.