Western Times News

Gujarati News

ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ ભડકે બળ્યુંઃ બ્રેન્ટ ક્રૂડ ૧૦૦ ડોલરને પાર

નવી દિલ્હી, બ્રેન્ટ  ક્રૂડ તેલના ભાવમાં ૭%નો જંગી ઉછાળો આવતા કિંમત ૧૦૦ ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી છે. કિંમતો ઘટાડવા માટે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા ૪૦ કરોડ બેરલ તેલ છોડવાના નિર્ણય છતાં ભાવ કાબૂ બહાર છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ટેન્કરોની અવરજવર સંપૂર્ણ ઠપ થતા સપ્લાય ચેઈન ખોરવાઈ હતી. પર્સિયન ગલ્ફ અને હોર્મુઝમાં ત્રણ જહાજો પર પ્રોજેક્ટાઈલ હુમલા થતા જોખમ વધ્યું છે.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ઘટાડવા માટે ૪૦ કરોડ બેરલનો સ્ટોક ખુલ્લો મુકવાના નિર્ણય છતાં આજે ૧૨ માર્ચે ક્‰ડ ઓઈલની કિંમતોમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે.

ઈરાન-અમેરિકા યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત બ્રેન્ટ ક્‰ડ ફ્યુચર્સ ૧૦૦ ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ચૂક્યું છે, જ્યારે ડબલ્યુટીઆઈ ક્‰ડ પણ ૯૪ ડોલર પર પહોંચ્યું છે.નિષ્ણાતોના મતે, માત્ર તેલનો જથ્થો બજારમાં લાવવાથી સમસ્યા હલ નહીં થાય.

સૌથી મોટો પડકાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માં સર્જાયેલો ઈરાની અવરોધ છે. આ રૂટ પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડે છે અને વિશ્વનો મોટાભાગનો રિફાઈન્ડ ઓઈલ તથા જેટ ફ્યુઅલનો જથ્થો અહીંથી જ પસાર થાય છે. હાલમાં અહીં ટેન્કરોની અવરજવર સંપૂર્ણપણે બંધ હોવાથી વૈશ્વિક સપ્લાય ખોરવાઈ ચુક્યો છે.

બંને દેશો હાલ વાટાઘાટોના મૂડમાં જણાતા નથી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઈરાને યુદ્ધવિરામ માટે શરત મૂકી છે કે અમેરિકા અને ઇઝરાયલ ભવિષ્યમાં તેના પર હુમલો નહીં કરે તેવી ખાતરી આપે અને નુકસાનનું વળતર ચૂકવે. જોકે, અમેરિકા આ શરતો સ્વીકારે તેવી શક્યતા નહિવત છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અમેરિકાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ માંથી આશરે ૧૭.૨ કરોડ બેરલ તેલ છોડવાના સંકેત આપ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.