Western Times News

Gujarati News

ઓઇલ અને ગેસ કંપનીઓ અને એજન્સીઓએ તેમના સ્ટોક અંગેની વિગતો સરકારને ફરજિયાત આપવી પડશે

Files Photo

ઊર્જાસંકટઃ આવશ્યક ચીજવસ્તુઓ ધારો અમલી

તેલ-ગેસ ડેટા આપવો ફરજિયાત

નવી દિલ્હી,પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે સર્જાયેલી વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે સરકારે સરકારે આવશ્યક ચીજવસ્તુઓ ધારાનો અમલ કર્યાે છે. આનાથી તમામ ઓઇલ અને ગેસ કંપનીઓ અને એજન્સીઓએ તેમના સ્ટોક અંગેની વિગતો સરકારને ફરજિયાત આપવી પડશે.પેટ્રોલિયમ પેદાશો અને કુદરતી ગેસના ઉત્પાદન, પ્રોસેસિંગ, રિફાઇનિંગ, સ્ટોરેજ, પરિવહન, આયાત, નિકાસ, માર્કેટિંગ, વિતરણ સાથે જોડાયેલા તમામ એકમોએ પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ને તેમનો લેટેસ્ટ ડેટા ફરજિયાત સબમિટ કરવો પડશે.

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ગઈકાલે આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩ હેઠળ સરકારે એક ગેઝેટ નોટિફિકેશન જારી કર્યું હતું, જે મુજબ PPACને માહિતીના એકત્રીકરણ, સંકલન, જાળવણી અને વિશ્લેષણ માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરાઈ છે. PPACએ પેટ્રોલિયમ મંત્રાલયની ડેટા રાખતી એક એજન્સી છે. PPAC સામાન્ય રીતે તેલ અને ગેસ ક્ષેત્ર સંબંધિત ડેટાનું સંકલન કરે છે. પરંતુ આ નવા નોટિફિકેશ મુજબ તે રીયલ ટાઇમ ધોરણે વિગતવાર ડેટા માગી શકશે. આનાથી મંત્રાલયને આવશ્યકતાઓ અનુસાર ઇમર્જન્સી યોજના તૈયાર કરવામા મદદ મળશે.

આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩ હેઠળ જારી કરાયેલા આ આદેશનું કોઈપણ ઉલ્લંઘન ફોજદારી ગુનો ગણવામાં આવે છે અને તેના માટે ુજેલની સજા પણ થઈ શકે છે.ભારતની ઉર્જા સ્થિતિ અંગેના દૈનિક અપડેટમાં સુજાતા શર્માએ ગુરુવારે જણાવ્યું હતું કે દેશમાં ક્‰ડ ઓઇલનો પુરવઠો પૂરતો છે અને રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે. પેટ્રોલ પંપ રાબેતા મુજબ કાર્યરત છે.

પેટ્રોલિયમ નેચરલ ગેસ (PNG) અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)નો ૧૦૦ ટકા પુરવઠો ચાલુ છે. કોમર્શિયલ LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ)ના વપરાશકર્તાઓને CGD (સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન) કંપનીઓ દ્વારા PNG તરફ જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આવા કિસ્સામાં પ્રોત્સાહનો અપાઈ રહ્યાં છે અને અને ઝડપી જોડાણો પણ અપાઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં બે અઠવાડિયામાં લગભગ ૧૨૫,૦૦૦ નવા ઘરેલુ અને કોમર્શિયલ પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શન (PNG) આપવામાં આવ્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં ૫,૬૦૦થી વધુ LPG ગ્રાહકો PNG શિફ્ટ થયા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.