Western Times News

Gujarati News

ગુજરાત બાર કાઉન્સિલની રાજનિતિમાં નાની માછલી મોટી માછલીને ગળવા નીકળી હોવાની વકીલોમાં રસપ્રદ ચર્ચા ?!

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સમરસ જુથનું નેતૃત્વ કરતા જે. જે. પટેલ ૧૯૪૯ એકડા સાથે જીત્યા ! બાકીના “બગડા” માંથી “એકડા” કરી જીત્યા ?! રસપ્રદ ચૂંટણી પરિણામમાં સુરત બારનો દબદબો રહ્યો ?!-ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અને સમરસ પેનલનું પોસ્ટમોર્ટમ શું છે ?!

સમરસ જુથમાં નવોદિત મહિલા ઉમેદવારો અને પ્રતિભાશાળી નવોદિત ઉમેદવારોને સમરસમાં સમાવવા તરફ ચક્રવ્યુહ ઘડી જે. જે. પટેલ ગુજરાત બાર કાઉન્સિલમાં સમરસને વધુ મજબુત કરશે ?!

બ્રિટીસના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ કહે છે કે, “રાજકારણ યુદ્ધ જેટલું જ રોમાંચક હોય છે, યુદ્ધમાં તમે એક જ વાર હણાઓ છો, જયારે રાજકારણમાં તો. વારંવાર મરવું પડે છે”!! જયારે રશિયન સામ્યવાદના પ્રણેતા વાÂલ્દમીર લીચ લેનિન કહે છે કે, “રાજકારણમાં નૈતિકતા જેવું કાંઈ હોતું નથી !

તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની છે ! જેમાં ડાબી બાજુથી સમરસ જુથનું નેતૃત્વ કરતા શ્રી જે. જે. પટેલ ફકત ૧૯૪૯ એકડામાં જ જીત મેળવી છે ! હવે ફરી ગુજરાત બાર કાઉÂન્સલના ચેરમેન બની દિલ્હીમાં નેતૃત્વ કરશે ! બીજી તસ્વીર શ્રી એ. એ. અન્સારીની છે ! તેઓ સૌથી વધુ એકડા મેળવી જીત્યા છે ! આ જીતમાં અભૂતપૂર્વ રાજનિતિ ખેલાઈ છે ! ત્રીજી તસ્વીર મહિલા ઉમેદવારોની છે ! તેમણે જીત મેળવી છે તે છે નિમિષાબેન ધોત્રે છે !

ચોથી તસ્વીર વંદનાબેન ભટ્ટની છે ! પાંચમી તસ્વીર અમૃતાબેન ભારદ્વાજની છે ! છઠ્ઠી તસ્વીર પ્રીતિબેન જોષીની છે ! સાતમી તસ્વીર હિરલબેન પાનવાલાની છે ! આ પાંચેય મહિલા ઉમેદવારોએ મહિલા અનામત સીટ ઉપર નોંધનીય વિજય હાંસલ કર્યાે છે અને ગુજરાત બાર કાઉÂન્સલમાં મહિલાઓ માટે અવાજ ઉઠાવશે અને સમરસ જુથ માટે યોગદાન પણ આપશે એવું મનાય છે ! જયારે સુરતના નાનકડા બારમાંથી કુલ ૬ ઉમેદવારો જીત્યા છે !

તેમાં મહિલા ઉમેદવારો પછીની તસ્વીરમાં સુરત બારના શ્રી ભાવેશભાઈ રબારીની છે ! પછીની તસ્વીર શ્રી ઝાંકી શેખની છે ! પછીની તસ્વીર શ્રી હિતેશભાઈ પટેલની છે ! અને ત્યાર પછીની તસ્વીર શ્રી હરેશભાઈ નાકરાણીની છે ! ગુજરાત બાર કાઉÂન્સલમાં નોંધનીય જીત હાંસલ કરનાર અને ત્રીજા ક્રમે ચૂંટાયેલા શ્રી દિલીપભાઈ પટેલની છે ! ત્યાર પછીની તસ્વીર શ્રી પરેશભાઈ વાઘેલાની છે ત્યાર પછીની તસ્વીર શ્રી મનોજભાઈ અનડકટની છે !

ત્યાર પછીની તસ્વીર શ્રી કરણસિંહ વાઘેલાની છે ! ત્યારપછીની તસ્વીર શ્રી પી.ડી. પટેલની છે ! ત્યારપછીની તસ્વીરમાં શ્રી દિપેનભાઈ દવે, શ્રી અનિરૂધ્ધસિંહ ઝાલા, શ્રી કિશોરભાઈ ત્રિવેદી, શ્રી શંકરસિંહ ગોહિલ, શ્રી અનિલભાઈ કેલ્લા, શ્રી જીગ્નેશભાઈ પટેલ, અને શ્રી ભરતભાઈ ભગતની છે ! ઉપરોકત તમામ ઉમેદવારોએ ગુજરાત બાર કાઉÂન્સલના કશ્મકશભર્યા ચૂંટણી જંગમાં જીત હાંસલ કરીને નોંધનીય વિજય મેળવ્યો છે !

હવે પરીક્ષા શ્રી જે. જે. પટેલની છે ?! જેમણે ગુજરાત બાર કાઉÂન્સલને સમરસની બાજી ચીપવાની છે ?! હિતશત્રૂઓને તેમની હેસિયત બતાવવાની છે ?! અને દિલ્હીમાં નવેસરથી મોટી જવાબદારી સંભાળવાની છે ! જીતેલા તમામ ઉમેદવારો શ્રી હેમંતભાઈ નવલખા, શ્રી ઓમપ્રકાશ સાંખલા, શ્રી ભુનેશભાઈ રૂપેરા, શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, વૈશાલીબેન ભટ્ટ, શ્રી ઈશ્વરભાઈ દેસાઈ, શ્રી નવીનભાઈ પંચાલ, શ્રી ચંદ્રકાંતભાઈ રૂપેરા સહિત અનેકે અભિનંદન પાઠવ્યા છે !!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

એમાં તો બદમાસ માણસ પણ તેની બદમાસીને લીધે કામનો હોઈ શકે છે”!! આજે દેશમાં મૂલ્યો કે સિધ્ધાંતોની વિચાર ધારાની લડાઈ કરતા “સત્તા” માટેની ! સત્તા ટકાવી રાખવા માટેની અને સત્તા દ્વારા શકયને બધું જ હાંસલ કરવાની લડાઈ છે ! અને માટે આજે વિશ્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલે છે ! યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલે છે ! અને આજની નવી કહેવત બની ગઈ છે

“વર મરો કન્યા મરો પણ અમારી સત્તાનું તરભાણું ભરો” પરંતુ આ વિચાર ધારા ન્યાયતંત્રમાં ઘુસાડવાની લડાઈ ચાલે છે ! અને ન્યાયતંત્ર નિષ્પક્ષ, સંનિષ્ઠ અને કાબેલ ન્યાયાધીશોનું બનેલું નહીં હોય તો વકીલાતનો વ્યવસાયનો મૃત્યુઘંટ વાગશે ?! હજુય સમય છે ! વકીલો જાગૃત બનો બાર કાઉન્સિલની સત્તા સેવાભાવી કર્મશીલ અને તટસ્થ લોકોના હાથમાં રહેવી જોઈએ ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં શ્રી જે. જે. પટેલને પછાડવા “હાઈપ્રોફાઈલ રાજકીય ડ્રામા રચાયો એ બાર કાઉન્સિલને કયાં લઈ જશે ?!”અને ચૂંટણી પત્યા પછી પણ શ્રી જે. જે. પટેલનું વ્યુહાત્મક રીતે નીચું દેખાડવાનો હિતશત્રૂઓ કારસો રચી રહ્યા છે એ ચોંકાવનારો છે ?! શ્રી જે. જે. પટેલ આ મુદ્દે કયારે ગંભીર બનશે ?!

ગુજરાત બાર કાઉન્સિલની સમરસ પેનલફરી નવોદિત ચૂંટાયેલા ઉમેદવારોથી સજજ નહીં બનાવાય તો શ્રી જે. જે. પટેલના દિલ્હી પ્રયાણ પછી ગુજરાત બાર કાઉન્સિલને કબજો કથિત સ્થાપિત હિતશત્રૂઓના હાથમાં જતો રોકવા નવી બાજી ચીપવાનો સમય શું નથી આવ્યો ?!

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ કહે છે કે, “આંખો આકાશ તરફ રાખો અને પગ જમીન પર”! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના વ્યુહાત્મક જંગમાં શ્રી જે. જે. પટેલ કથિત રીતે કામિયાબ થયા છે ! કહેવાય છે કે, ગુજરાત બાર કાઉન્સિલમાં જે મહિલા ઉમેદવારો અનામત સીટો પર ઐતિહાસિક જીત મેળવી છે જેમાં નિમિષાબેન ધોત્રે, વંદનાબેન ભટ્ટ, અમૃતાબેન ભારદ્વાજ, પ્રીતિબેન જોષી અને હિરલબેન પાનવાલા છે !

કહેવાય છે કે, તેઓ “સમરસ જુથ” ના ટેકેદારો હોવાનું ચર્ચાય છે ત્યારે મહિલાઓ વધુ જાગૃત, સમજદાર અને સંવેદનશીલ હોય છે ! માટે તેમને આગળ કરવા જોઈએ ! તથા નવોદિત ચૂંટાયેલ ઉમેદવારોને આગળ કરીને મજબુત અને કાયમી સ્થાન આપવું જોઈએ ! શ્રી જે. જે. પટેલ દુધ પાઈને જે સાપ ઉછેર્યા છે તે જ કથિત રીતે શ્રી જે. જે. પટેલ વિરૂધ્ધ વ્યુહાત્મક પ્રચાર કરતા હતાં ! “શ્રી જે. જે. પટેલ ફોજદારી બારના નથી, બહારના છે ?!”

અને ચૂંટણી પતી ગયા પછી પણ આવા કહેવાતા સ્થાપિત હિતો અખબારોમાં એવું છપાવી રહ્યા છે કે શ્રી જે. જે. પટેલ ગ્રામિણ બારમાંથી ચૂંટાયા છે ?! હકીકતમાં આ સ્થાપિત હિતો એ ભુલી જાય છે કે, શ્રી જે. જે. પટેલ એ બાર કાઉન્સિલના ચેરમેન હતાં ?! તે સમગ્ર ગુજરાતના નેતા છે ! અને સમગ્ર ગુજરાતને શ્રી જે. જે. પટેલને એકડાઓ આપી જીતાડયા છે ! તમારી જેમ માંડ, માંડ બગડા લઈ પુછડીયા ખેલાડી તરીકે જીત્યા નથી ?!

શ્રી જે. જે. પટેલ ચૂંટણીનું પોસ્ટમોર્ટમ કરીને “સત્ય” જુએ ફકત સત્તાના મોહમાં દુધ પાઈને સાપ ના ઉછેરે ? ગુજરાત બાર કાઉન્સિલની રાજનિતિમાં નાની માછલી મોટી માછલીને ગળવા નિકળી છે ! અને ચૂંટણી પતી ગયા પછી આ રાજનિતિ ચાલુ છે ! શ્રી જે. જે. પટેલ ગુજરાત બાર કાઉન્સિલમાં શતરંજની બાજી નવેસરથી નહીં ગોઠવે તો તેના વફાદાર પ્રચારકો તેમનો સાથ છોડી જશે એવા સ્પષ્ટ સંકતો મળે છે અને શ્રી જે. જે. પટેલ પોતાના ઐતિહાસિક અને લાંબા રાજકીય ભવિષ્યનો વિચાર કરવાનો સમય આવી ગયો છે ! એવું તેમના વફાદાર સમર્થકો બોલતા થયા છે ?! તેનું શું ?!

શ્રી એ. એ. અન્સારીની વ્યુહાત્મક ચાલ અને શું શ્રી જે. જે. પટેલની વ્યુહાત્મક રાજનિતિમાં કોણ સફળ થશે ?!

ગુજરાત બાર કાઉન્સિલમાં શ્રી એ. એ. અન્સારી પોતે જાતે સૌથી વધુ મતે જીત્યા નથી ! પણ તેમને કથિત રાજકીય હિતશત્રૂઓએ પડદા પાછળ મદદ કરી સૌથી વધુ મતોએ જીતાડયા છે ?! એ ચર્ચાએ વકીલ આલમમાં ટોક ઓફ ધી બારનો મુદ્દો બન્યો છે ?! તો બીજી તરફ શ્રી એ. એ. અન્સારીના કથિત ટેકેદારો કહે છે કે, ના ના એવું નથી ! જો જીતા વોહી સિકંદર ?!

પરંતુ એક નવો મુદ્દો વકીલોની ચર્ચામાં અત્યારે સૌથી વધુ હોટફેવરીટ એ છે કે, વકીલાતની વ્યવસાયિક ગરિમાને ઠેસ પહોંચાડી કાયદો હાથમાં લેતાં બાર કાઉÂન્સલે આપેલી નોટિસ પછી પોતાની સામેના કથિત સંભવિત પગલાઓથી બચાવ શ્રી આફતાબહુસેન એ. અન્સારી આખરે શ્રી જે. જે. પટેલની સમરસ પેનલમાં જોડાઈ જાય તો નવાઈ નહીં ?! સત્તાના રાજકારણમાં બધું જ કથિત રીતે શકય છે ?! જોઈએ બાર કાઉન્સિલની સત્તાનું રાજકારણ કાચીન્ડાની જેમ કેટલા રંગ બદલે છે ?! શ્રી જે. જે. પટેલ પોતાના રાજકીય સિધ્ધાંતોને વળગી રહેશે કે કેમ ?! તે ચર્ચાનો વિષય બન્યો છે !!

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સુરતના નાનકડા બારમાંથી છ ઉમેદવારો જીત્યા અને ગુજરાતના સૌથી મોટા બાર મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બાર, ફોજદારી કોર્ટ બારમાં ડચકા ખાતા ઉમેદવારોમાં શ્રી અનિલભાઈ કેલ્લા ૧૨ માં ક્રમે ! અને શ્રી ભરતભાઈ ભગત ૧૯ માં ક્રમે જીત્યા ! જયારે નવોદિત શ્રી જીગ્નેશભાઈ પટેલ ૧૫ માં ક્રમે મેદાન મારી ગયા ! આ પરિણામ શું સૂચવે છે ?!

રશિયન પ્રમુખ મિખાઈલ ગોર્બાેચોબ કહે છે કે, “એકબીજાના ખાત્મા માટે વિશ્વાસઘાતી પેંતરાબાજી કરવાને બદલે મુદ્દાઓની ચર્ચા, દલીલ અને વાદ-વિવાદ બહુ બહેતર સાબિત થાય છે”!! અમદાવાદ શહેરનું સૌથી મોટું અને પ્રતિષ્ઠિત બારમાં ૭ હજારથી પણ વધુ મતદારો હોવાનું મનાય છે ! જયારે સુરત બાર નાનકડુ બાર છે તેમાં ગુજરાત બાર કાઉન્સિલના ૬ ઉમેદવારો જીત્યા ?! આવું કેમ થયું ?! આ ગંભીર મુદ્દો અત્યારે સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધી બાર બન્યો છે ?!

સુરત બારમાંથી શ્રી ભાવેશભાઈ રબારી જીત્યા ! શ્રી હીરાભાઈ પટેલ જીત્યા ! શ્રી ઝાંકી શેખ જીત્યા ! પ્રિતીબેન પાનવાલા જીત્યા ! અને શ્રી હરેશભાઈ નાકરણી જીત્યા ! કારણકે સુરત બારમાં એકબીજાના એકડા ખાઈ જવાની ગંદી રાજનિતિ નહોતી ચાલતી ?! બીજી તરફ જ્ઞાતિ આધારિત મતો નહોતા માંગતા પણ સેવા, સક્ષમતા અને મૂલ્યનિષ્ઠા પર મત માંગતા વકીલોએ સમજદારીપૂર્વક એકડાની અને અન્ય મતોની ગોઠવણ કરીને સુરત બારમાંથી ૬ ઉમેદવારો જીત્યા ! જે હવે શ્રી જે. જે. પટેલના મજબુત ટેકેદારો બને એવી સંભાવના છે ! શ્રી જે. જે. પટેલે હવે આત્મમંથન કરવાનો સમય આવ્યો છે ?!

ફોજદારી કોર્ટ બારમાંથી ઉમેદવારી કરનારા શ્રી અનિલભાઈ કેલ્લા છેલ્લા દિવસે ૧૨ માં ક્રમે જીત્યા ! અને તે બગડા – તગડાથી માંડ, માંડ જીતીને પોતાની આબરૂ બચાવી લીધી ! લાંબા સમયથી ચૂંટાતા શ્રી અનિલભાઈ કેલ્લા ખરેખર તો સીધા એકડા મેળવી જીતવા જોઈએ ! પણ આ શું થઈ ગયું ?! ફોજદારી બારે થોકબંધ એકડા કેમ ના આપ્યા?!

શું તેમને ફોજદારી બારની ચૂંટણી કમિશ્નર તરીકે કથિત ભૂમિકા નડી ગઈ ?! કે પછી ગુજરાત બાર કાઉન્સિલમાંથી લીધેલા કથિત ભાડા-ભથ્થા નડી ગયા ?! કે પછી પ્રસિધ્ધિના રાજકારણમાં પોતાની મત બેંક ગુમાવી બેઠા ?! ક્રિકેટ ટીમમાં ૧૧ ખેલાડીઓ હોય છે ! શ્રી અનિલભાઈ કેલ્લા ૧૨ માં ખેલાડી તરીકે જીત્યા ?! શ્રી ભરતભાઈ ભગત પણ ૧૭ માં ક્રમે માંડ, માંડ જીત્યા છે ! શું તેમના સમાજે પણ તેમને એકડા અપાવ્યા નહીં ?!

શ્રી ભરતભાઈ ભગતે હવે વિચારવું જોઈએ કે અને પલી કહેવત યાદ કરવી જોઈએ “લાંબા ભેગો ટુકો જાય મરે નહીં તો માંદો થાય”!! આવડા મોટા બારમાં માંડ, માંડ બગડાથી જીત્યા ?! સમરસ પેનલની પ્રતિભા શું ખંડિત નથી થઈ ?! જયારે શ્રી જીગ્નેશભાઈ પટેલ પહેલી વાર જુનીયર્સ વકીલોના વિશ્વાસથી ૧૫ માં ક્રમે ચૂંટાઈ આવ્યા ?! હવે એ પોતાની લીટી મોટીકરે !

બીજા કથિત સ્થાપિત હિતોના રાજકારણથી દુર રહેવાની જરૂર છે ! અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, શ્રી અફઝલખાન પઠાણ ત્રીજા અને પાંચમા ક્રમે જીતતા હતાં અને તેમના અનેક જુનીયરો સરકારી વકીલો, ન્યાયાધીશો બન્યા હતાં ! તેઓ પ્રેકટીસીંગ લોયર તરીકે મોટું નામ બનાવ્યું હતું ! માટે જીતતા હતાં ! શ્રી આર. આર. શુકલ, શ્રી એમ. બી. આહુજા આ બધાં ૧થી ૬ ક્રમે લગભગ જીતતા હતાં ! અને વકીલો વિશ્વાસપૂર્વક એકડા આપીને જીતાડતા હતાં !

આ દિવસો હવે ફોજદારી બારમાં હવે જોવા મળશે ખરા ?!

ભા.જ.પ.ની કેન્દ્ર સરકારના કેટલાક મંત્રીશ્રીઓએ અને સાંસદોએ ન્યાયતંત્રની ગરિમા સામે વાણી વિલાસ કરીને સરકારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે ! શ્રી જે. જે. પટેલ દિલ્હીમાં જઈ તેને ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસ કરશે કે રાજકીય પરંપરા ચાલુ રાખશે ?!

સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું છે કે, “સ્વતંત્ર સમાજ તરીકે આપણું અÂસ્તત્વ ટકાવી રાખવા માટે કાયદાનું શાસન એ સૌથી મોટી આશા છે, ન્યાયતંત્ર ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધારાસભા કે પછી કારોબારીનો કંટ્રોલ ન્યાયતંત્ર પર હોવો જોઈએ નહીં”!! પરંતુ ન્યાયતંત્રની નિષ્પક્ષતા, સ્વતંત્રતા અને કાબેલિયત એ ન્યાયધર્મનો આધાર છે ! ત્યારે વકીલોએ, ગુજરાત બાર કાઉÂન્સલે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તેને ગંભીરતાથી લેવું જોઈએ !

કારણ કે વકીલાતનો વ્યવસાય આ સિધ્ધાંતો પર નિર્ભર છે ! કેન્દ્ર સરકારે કોલેજિયમના સ્થાને નેશનલ જયુડીશીયલ એપોઈન્ટમેન્ટનો કાયદો લાવવા પ્રયત્ન થયો ! ત્યારપછી કેન્દ્રીયમંત્રી શ્રી કિરણ રિજજુએ કોલેજિયમમાં સરકારના પ્રતિનિધિ મુકાવવા બેફામ બન્યા હતાં અને અનેકે વાણી વિલાસ કર્યાે હતો ! પછી સરકારે કાયદામંત્રીને બદલ્યા હતાં ?!

ભ.જ.પ.ના સાંસદ નિશિકાંત દુબેએ પણ ન્યાયતંત્ર વિરૂધ્ધ બેફામ નિવેદન કરતા ફરે છે ! ભા.જ.પ.ના દિનેશ શર્માએ ત્યાં સુધી કહ્યું હતું કે, “સંવિધાન મુજબ સાંસદના બન્ને ગૃહોને સૂચનો અધિકાર કોઈને નથી ! અદાલતો પોતાની મર્યાદા ચૂકી રહી છે ?!” આ પ્રકારની પ્રવૃત્તિ ગંભીર છે !

એ શ્રી જે. જે. પટેલે વિચારવી પડશે ?! ને દિલ્હી જઈ સુધારો કરવો પડશે ?! એટલે ઉપર જઈને સરકારને સાચી સલાહ આપવાનું કામ શ્રી જે. જે. પટેલે કરવું પડશે કારણ કે રાજકારણ એ રાજકારણની જગ્યાએ છે ! પણ તેનાથી ઉપર આપણાં દેશનું બંધારણ છે અને ન્યાયતંત્ર છે ! કારણ કે વકીલાત નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર પર નિર્ભર છે !!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.