Western Times News

Gujarati News

સગીરાને બે વખત ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની સજા કરાઈ

પાલનપુર, પાલનપુર પંથકની સગીરાને ત્રણ વર્ષ પહેલાં તેના ઘરેથી અપહરણ કરી ભગાડી બે-બે વખત ગર્ભવતી બનાવનાર આરોપી વિરુદ્ધ પાલનપુરમાં બીજા એડિશનલ સેશન્સ જજ સમક્ષ કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને ૨૦ વર્ષની કેદ તથા રૂ. ૧૪ હજારનો દંડ ફટકાર્યાે હતો.

પાલનપુર પંથકની ૧૪ વર્ષની સગીરાને રેવાભાઇ રાજાભાઇ કોદારવી (રહે. પેથાપુર, તા. દાંતા) લલચાવી ફોસલાવી જલોત્રા, વડગામ તાલુકાના જૂની નગરી તેમજ પાટણ અને અમદાવાદ એમ અલગ અલગ જગ્યાએ લઇ જઇ અવાર નવાર દુષ્કૃત્ય આચરી ગર્ભવતી બનાવી બે-બે સંતાનોની માતા બનાવી દીધી હતી.

આ અંગે સગીરાના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ સ્પેશિયલ (પોક્સો) કેસ નં. ૨૬/૨૦૨૫થી પાલનપુરના સ્પેશિયલ (પોક્સો) અને બીજા એડિશનલ સેશન્સ જજ અમિત જે. કાનાણીની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે દિનેશકુમાર એચ. છાપિયાની દલીલો ધ્યાનમાં લઇ આરોપી રેવાભાઇ રાજાભાઇ કોદારવી (રહે. પેથાપુર, તા. દાંતા)ને ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ રૂ. ૧૪ હજારનો દંડ ફટકાર્યાે હતો.

જ્યારે ભોગ બનનાર બનાવ સમયે ૧૪ વર્ષની હોઇ અને તેણીને આરોપીએ ગર્ભવતી બનાવી દેતાં તેને બે બાળકો હોવાથી ભોગ બનનારને રૂ. ૧૦,૫૦,૦૦૦ વળતર પેટે ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુરને ભલામણ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.