Western Times News

Gujarati News

‘ઓહ માય ડોગ’ ફિલ્મમાં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું

અમિત રાયની આ ફેમિલી એન્ટરટેઇનર ૩૧ જુલાઈએ રિલીઝ થશે

ફિલ્મ દર્શકોને પ્રાણીઓ પ્રત્યેનો ભય અને પૂર્વગ્રહ છોડીને પ્રેમ અને સહાનુભૂતિ સાથે જીવવાનો સંદેશ આપે છે

મુંબઈ,‘ઓહ માય ગોડ ૨’ના સફળ ડિરેક્ટર અમિત રાય હવે પોતાની નવી ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ ‘ઓહ માય ડોગ’ સાથે દર્શકો સમક્ષ આવી રહ્યા છે. ફિલ્મનું સત્તાવાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે અને ફિલ્મ ૩૧ જુલાઈના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.બાબુલાલ બાઈસ્કોપ અને થિંકિંગ હેટ્‌સ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્માતા અમિત રાય, રાજેશ ભારદ્વાજ અને સના વારસી છે.ફિલ્મમાં માહી રાય, પંકજ ત્રિપાઠી, ગીતા અગ્રવાલ શર્મા, રાજેશ કુમાર, પવન મલ્હાત્રા, સુલાખ્યાના બરુઆ, વિજય મિશ્રા ઉપરાંત ડોગ સ્ટાર્સ ઓસ્કર અને બ્›નો મહત્વનાં રોલમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં ૨૫૦થી વધુ શ્વાનોને પણ સામેલ કરવામાં આવ્યાં છે.

‘ઓહ માય ડોગ’ એક નાનાં બાળક અને તેનાં પ્રિય શ્વાન વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમ, વિશ્વાસ અને મિત્રતાની ભાવનાત્મક સફર રજુ કરે છે. ફિલ્મ માત્ર મનોરંજન પુરતી સીમિત નથી, પરંતુ માનવ અને પ્રાણીઓ વચ્ચે સહઅસ્તિત્વ, કરુણા અને સંવેદનશીલતાનો સંદેશ પણ આપે છે.ફિલ્મ દર્શકોને પ્રાણીઓ પ્રત્યેનો ભય અને પૂર્વગ્રહ છોડીને પ્રેમ અને સહાનુભૂતિ સાથે જીવવાનો સંદેશ આપે છે.ફિલ્મના ટીઝરની શરૂઆત અમિતાભ બચ્ચનનાં લોકપ્રિય ગીત ‘મેરે પાસ આઓ મેરે દોસ્તો, એક કિસ્સા સુનો’થી થાય છે, જે સમગ્ર ટીઝરને ભાવનાત્મક અને નોસ્ટેલ્જિક બનાવે છે.ફિલ્મ વિશે વાત કરતા અમિત રાયે જણાવ્યું, “શ્વાન આપણને કોઈ અપેક્ષા રાખ્યા વિના પ્રેમ અને વફાદારીનો સૌથી શુદ્ધ પાઠ શીખવે છે.

‘ઓહ માય ડોગ’ દ્વારા હું એવી વાર્તા કહેવા માંગતો હતો જે દરેક પરિવાર માટે ભાવનાત્મક, મનોરંજક અને અર્થપૂર્ણ બને. આ માત્ર બાળક અને શ્વાનની કહાની નથી, પરંતુ તમામ જીવજંતુઓ સાથે કરુણાભાવથી સહઅસ્તિત્વમાં જીવવાની પ્રેરણા છે. જો ફિલ્મ જોયા બાદ લોકોના મનમાં પ્રાણીઓ પ્રત્યે થોડો વધુ પ્રેમ અને દયા જન્મે, તો હું માનું કે અમારી ફિલ્મનો હેતુ સફળ થયો.”ભાવનાત્મક કથા, પરિવારને ગમે તેવું મનોરંજન અને પ્રાણીઓ પ્રત્યે સંવેદનાનો સંદેશ આપતી ‘ઓહ માય ડોગ’ ૩૧ જુલાઈએ થિએટર્સ રિલીઝ થશે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.