Western Times News

Gujarati News

અનન્યા ભારતની પ્રથમ શેનેલ બ્રાન્ડ એમ્બેસેડર બની છે

અભિનય ઉપરાંત અનન્યા પોતાની ફિલ્મી કારકિર્દી સાથે હાઇ-પ્રોફાઇલ ફેશન કોલબરેશન પણ સફળતાપૂર્વક વધારી રહી છે

શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે અનન્યા પાંડેનો લૂક વખણાયો

મુંબઈ,અનન્યા પાંડેએ તાજેતરમાં પેરિસમાં યોજાયેલા ફોલ/વિન્ટર ૨૦૨૬ હોટે કુટ્યોરમાં શેનેલની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શોમાં હાજરી આપી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર પોતાની ખાસ પળોની ઝલક ચાહકો સાથે શેર કરી છે. શેનેલની ભારતની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ આ અનન્યાની પ્રથમ હાજરી હતી.અનન્યાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેનાં સ્ટાઇલિશ લૂક, ફેશન શોની ઝલક અને પેરિસમાં વિતાવેલી યાદગાર પળો જોવા મળી રહી છે.

અનન્યાએ શેનેલનો સંપુર્ણ ડેનિમ લૂક પસંદ કર્યાે હતો. તેણે સફેદ ટોપ સાથે ફ્રન્ટ પોકેટવાળું સ્ટ્રક્ચર્ડ ડેનિમ જેકેટ અને ડેનિમ પેન્સિલ સ્કર્ટ પહેર્યું હતું. નાના ઇયરિંગ્સ, ફિંગર રિંગ્સ, બ્લેક-એન્ડ-વ્હાઇટ ચેનલ પમ્પ્સ, મેચિંગ સોફ્ટ ક્લચ અને સનગ્લાસિસ સાથે તેણે પોતાનો લૂક પુર્ણ કર્યાે હતો. તસવીરો શેર કરતાં તેણે લખ્યું, “પરીકથાઓ સાચી પડે છે ખાસ શેનેલની..અનન્યાની આ પોસ્ટને ચાહકો ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ પણ વધાવી હતી અને તેની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ચેનલ સાથેનો તેનો કરાર ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે આ પ્રતિષ્ઠિત ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડની પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની છે.છેલ્લાં કેટલાક વર્ષાેથી અનન્યા અનેક આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ્‌સનું પ્રતિનિધિત્વ કરતી રહી છે અને વૈશ્વિક ફેશન ઇવેન્ટ્‌સમાં નિયમિત હાજરી આપતી રહી છે. પેરિસમાં તેની આ વર્ષની હાજરીએ આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં તેની વધતી ઓળખને વધુ મજબુત બનાવી છે.અભિનય ઉપરાંત અનન્યા પોતાની ફિલ્મી કારકિર્દી સાથે હાઇ-પ્રોફાઇલ ફેશન કોલબરેશન પણ સફળતાપૂર્વક વધારી રહી છે. પેરિસની આ મુલાકાત અને શેનેલ ફેશન શોમાં તેની હાજરીએ તેની કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેર્યાે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.