Western Times News

Gujarati News

આર.ટી.ઓ.(પૂર્વ) દ્વારા મોટર સાયકલ તથા મોટરકાર માટે ઇ-ઓકશન

પ્રતિકાત્મક

આર.ટી.ઓ.(પૂર્વ)ની કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી ઓનલાઇન ઇ-ઓક્શનથી શરૂ કરવામાં આવેલ છે. મોટર સાયકલ તથા મોટરકાર માટે સિલ્વર અને ગોલ્ડન નંબરોના ઇ- ઓક્શન માટે વાહન માલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવી HTTP://parivahan.gov.in/fancynumber પર રજિસ્ટ્રેશન કરી ઇ-ઓક્શનમાં ભાગ લઇ શકશે.

તા. ૧૦.૧૧અને ૧૨/૦૫/૨૦૨૧ સુધી ઇ-ઓક્શન માટે ઓનલાઇન સી.એન.એ. ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવાના રહેશે. તા. ૧૩ અને ૧૪ મે , ૨૦૨૧ ના રોજ ઇ-ઓક્શનનું બીડીંગ ઓપન થશે. તા. ૧૫-૦૫-૨૦૨૧ ના રોજ ઇ-ઓક્શનના ફોર્મ આર.ટી.ઓ.(પૂર્વ)ની કચેરીમાં જમા કરાવવાના રહેશે. સફળ ઉમેદવારોએ વધારાની ભરવાની બીડીંગની રકમ પણ પાંચ દિવસમાં જમા કરાવવાની રહેશે.

વાહનના વેચાણ લેટર અને વેચાણ તારીખથી ગોલ્ડન અને સિલ્વર નંબર માટે ૬૦ દિવસ સુધી અરજદારો ઇ-ઓક્શનમાં ભાગ લઇ શકશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અમદાવાદ(પૂર્વ)ની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.