Western Times News

Gujarati News

દરેક ઘરવાળી તેના પતિને આમ જ મારે છે?: રોહનપ્રીત

મુંબઈ: હાલમાં જ નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં બંને ઝઘડતા અને એકબીજા સાથે હાથાપાઈ કરતાં જાેવા મળ્યા હતા. હવે આ કપલનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં નેહા રસ્તા પર રોહનપ્રીત સિંહને થપ્પડ મારતી જાેવા મળી રહી છે. વાત એમ છે કે, આ વીડિયો પણ નેહા અને રોહનપ્રીતના ગત વીડિયોની જેમ તેમના નવા સોન્ગ ‘ખદ્દ તેનૂ મેં દસા’ના પ્રમોશનનો જ ભાગ છે. આ સોન્ગ રિલીઝ થઈ ચૂક્યો છે અને તેના જ પ્રમોશન માટે કપલે આ નવો વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં નેહા અને રોહનપ્રીત રસ્તા પર પરસ્પર વાત કરતા જાેવા મળી રહ્યા છે.

ત્યારે જ નેહા, રોહનપ્રીતને થપ્પડ મારી દે છે. બાદમાં બંને ફરીથી મસ્તીમાં ડાન્સ કરવા લાગે છે. આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. નેહા કક્કડે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કર્યો છે. નેહા કક્કડના વીડિયો પર કોમેન્ટ કરતાં રોહનપ્રીત સિંહે લખ્યું છે કે, હું તમામ જનતાને પૂછવા માગુ છું કે શું દરેક ઘરવાળી પોતાના ઘરવાળાને આ રીતે જ મારે છે?? શું દરેક ઘરવાળાના નસીબમાં મારપીટ જ લખી છે?’.

નેહા કક્કડના આ વીડિયો પર સોનુ કક્કડ, ટોની કક્કડ, કુણાલ પંડિત તેમજ સુગંધા મિશ્રા સહિત ફેન્સના રિએક્શન સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, ‘નેહૂ દા વ્યાહ’ બાદ નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહનું સાથેમાં આ બીજું સોન્ગ છે. નેહા કક્કડ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. નેહા હાલમાં જ પરિવાર સાથે મળીને મમ્મી-પપ્પાની એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. જેની ઝલક પણ તેણે સોશિયલ મીડિયા પર દેખાડી હતી.

મમ્મી-પપ્પાની એનિવર્સરી પર નેહાએ ઋષિકેશ સ્થિત ઘર ફુગ્ગાઓથી સજાવ્યું હતું. આ સિવાય તે કેક પણ લઈને આવી હતી. નેહા અને રોહનપ્રીતની લવ સ્ટોરીની વાત કરીએ તો, બંનેની મુલાકાત ગયા વર્ષે લોકડાઉન દરમિયાન થઈ હતી. થોડો સમય ડેટિંગ કર્યા બાદ ઓક્ટોબર મહિનામાં પરિવારની હાજરીમાં દિલ્હીમાં લગ્ન કરી લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.