Western Times News

Gujarati News

શિલ્પાનો મસૂરીની ઠંડીમાં જલેબી ખાતો વીડિયો વાયરલ

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ આ વર્ષે મુંબઈથી દૂર જઈને ક્રિસમસની ઉજવણી કરી છે. ક્રિસમસ પહેલા જ શિલ્પા શેટ્ટી, પતિ રાજ કુંદ્રા અને બંને બાળકો- વિઆન અને સમિષા ઉત્તરાખંડ પહોંચ્યા હતા. શિલ્પાએ ક્રિસમસ ૨૦૨૧ની ઉજવણી ઉત્તરાખંડના મસૂરીમાં કરી હતી અને તેની ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર બતાવી છે. ત્યારે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર જલેબી ખાતો વિડીયો શેર કરતા લખ્યું કે ‘અત્યારે રબડી સાથે ગરમ જલેબી ખાઈ રહી છું. અત્યારે ૮ ડિગ્રી તાપમાનની ઠંડીમાં ગરમાગરમ જલેબી સાથે રબડી અને ચાની મજા જ કંઈક અલગ છે. રવિવાર એન્જાેય કરો.

શિલ્પા શેટ્ટીએ મસૂરીના સુંદર નજારા બતાવતો વિડીયો શેર કર્યો હતો. જેમાં એક ઝરણાંના કિનારે શિલ્પા અને તેનો દીકરો વિઆન બેઠા છે. તેઓ પાણીમાં મસ્તી કરતાં કરતાં સૌને ક્રિસમસની શુભકામના પાઠવે છે.

શિલ્પાએ વિડીયો શેર કરતાં લખ્યું, હો હો હો મારા ઈન્સ્ટા પરિવારને મેરી ક્રિસમસ અસામાન્ય ક્રિસમસ અમે લંચ કરવા માટે ટ્રેકિંગ કરીને કેમ્પ્ટી ફોલ સ્ટ્રીમ ખાતે આવ્યા. આ પ્રકારનો પ્રવાસ મને અહેસાસ કરાવે છે કે ભારત કેટલું અતુલ્ય છે. શિલ્પા અહીં લંચ લેવા પહોંચી એ પહેલા તેણે ટ્રેકિંગ દરમિયાનનો વિડીયો શેર કર્યો હતો.

તેણે પહાડી પરથી બતાવ્યું હતું કે, તેઓ નીચે વહેતા ઝરણાં પાસે લંચ લેવાના છે. આ સિવાય શિલ્પા શેટ્ટી પોતાના બાળકો સાથે મસ્તી કરતી હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે. આ સિવાય શિલ્પાએ પોતાની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષાને ભેટીને ઊભી હોય તેવી તસવીર પણ શેર કરી હતી.

હાલ આ બંને પરિવારો મસૂરીની સુંદરતાને માણીને રહ્યા છે. શિલ્પા શેટ્ટીની ફ્રેન્ડ આકાંક્ષાએ એક તસવીર શેર કરી છે. જેમાં તેઓ સૌ એક વિશાળ ક્રિસમસ ટ્રી પાસે ઊભેલા જાેવા મળે છે. સૌએ ગરમ કપડાં પહેર્યા છે. તસવીરમાં શિલ્પાની સાથે પતિ રાજ કુંદ્રા અને વિઆન ઉપરાંત આકાંક્ષા અને તેનો પરિવાર જાેવા મળે છે. આ તસવીર શેર કરતાં આકાંક્ષાએ લખ્યું હતું, ‘ક્રિસમસ આનાથી વધુ સારી ના થઈ શકી હોત.’SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.