Western Times News

Gujarati News

પોલીસકર્મીના પેન્ટ પર કાદવ ઉછળ્યો તો ઝીંકી દીધો લાફો

નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક ચોંકાવનારા વીડિયોમાં એક મહિલા પોલીસકર્મી એક પુરુષ દ્રારા તેના પેન્ટને સાફ કરવા દબાણ કરતી જાેવા મળી રહી છે. જ્યારે તે વ્યક્તિએ તેની મોટરસાઇકલને ફેરવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહિલા પોલીસકર્મીના પેન્ટમાં તે સમયે કીચડ લાગી જાય છે.

ત્યારબાદ તેણે પોતાનું પેન્ટ સાફ કરાવ્યું અને જતા પહેલા જાેરથી થપ્પડ મારી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ ઘટના મધ્યપ્રદેશના રીવાના સિરમૌર ચોક પાસે બની હતી. વીડિયોમાં તે વ્યક્તિ લાલ કપડાથી પોલીસના સફેદ પેન્ટને સાફ કરવા માટે નમતો જાેવા મળે છે. જ્યારે તે વ્યક્તિ મહિલા પોલીસકર્મીની પેન્ટ સાફ કરી દે છે, ત્યારબાદ તે તેને થપ્પડ મારીને ત્યાંથી નીકળી જાય છે.

પોલીસકર્મીનો ચહેરો જાેઈ શકાતો નથી કારણ કે તેના માથા પર સફેદ દુપટ્ટો વિંટેલો છે. પછી તેની ઓળખ હોમગાર્ડના કોન્સ્ટેબલ શશી કલા તરીકે થઈ હતી, જેને કલેક્ટર ઓફિસમાં રજૂ કરવામાં આવી હતી. રીવાના એડિશનલ એસપી શિવ કુમારે કહ્યું, “અમે વીડિયો જાેયો છે અને એવું લાગે છે કે એક વ્યક્તિને અધિકારીની પેન્ટ સાફ કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો, જેણે તેને થપ્પડ પણ મારી હતી અને તે પછી તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.”

જાે કોઈ અમારી પાસે ફરિયાદ લઈને આવશે તો અમે તપાસ કરીશું. જાે કે, અત્રે ઉલ્લેખનીય છે કે કીચડના છાંટા પેન્ટ પડવાના કોઈ ફૂટેજ જાેવા મળ્યા નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મીમ વાલા ન્યૂઝ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.