Western Times News

Gujarati News

લગ્ન બાદ યોજાયેલી પાર્ટીમાંથી કેટરીનાની તસવીર વાયરલ

મુંબઇ, કેટરીના કૈફ અને વિકી કૌશલે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર લગ્નની ઓફિશ્યલ જાહેરાત કરીને કપલે લાખો ચાહકોના દિલ તોડી નાખ્યા હતા. કેટરીના કૈફ અને વિકી કૌશલે તેમના શાહી લગ્નની ઝલક એ જ દિવસે ફેન્સને દેખાડી દીધી હતી.

હાલમાં, કેટરીના કૈફ તેના મમ્મી સુઝૈન ટર્કોટ અને સસરા શામ કૌશલ સાથે ડાન્સ કરી રહી હોય તેવી નવી તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે.

આ તસવીર કપલના લગ્ન બાદ યોજાયેલી પાર્ટીની હશે તેમ લાગી રહ્યું છે. તસવીરમાં, કેટરીના કૈફ શિમરી સાડીમાં જાેવા મળી રહી છે, તેના હાથની મહેંદી સ્પષ્ટ દેખાઈ છે અને તેણે લાલ કલરનો ચૂડો પહેર્યો છે. તેના ચહેરા પરનું સ્મિત વિકી કૌશલ સાથે લગ્ન કરીને તે કેટલી ખુશ છે એ વાતની ચાડી ખાય છે. એક્ટ્રેસના મમ્મીએ સફેદ કલરનું ગાઉન પહેર્યું છે જ્યારે સામ કૌશલ ફોર્મલ લૂકમાં છે.

ત્રણેય વેડિંગ પાર્ટીમાં બેફિકર થઈને ડાન્સ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ થયા બાદ વિકી અને કેટના ફેન્સ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી મૂકી રહ્યા છે. અગાઉ, કેટરીના કૈફ અને વિકી કૌશલે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્નની તસવીર શેર કરી હતી.

આ સાથે લખ્યું હતું ‘અમારા હૃદયમાં તેઓ તમામ માટે ફક્ત પ્રેમ અને કૃતજ્ઞતા છે, જે અમને આ ક્ષણ સુધી લઈને આવ્યા છે. અમે સાથે મળીને આ નવી સફરની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે’.

કૌશલ પરિવારે હાલમાં જ કેટરીના અને વિકીના નવા ઘરમાં સાથે હોળી ઉજવી હતી. નવદંપકીએ શામ કૌશલ, વીણા કૌશલ અને સની કૌશલ સાથે પોઝ આપ્યો હતો. કેટરીના કૈફે પરિવારની આ તસવીર શેર કરી હતી, જેમાં તમામના ચહેરા પર કલર લાગેલો હતો.

વર્ક ફ્રંટની વાત કરીએ, કેટરીના કૈફ ખૂબ જલ્દી સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર ૩’માં જાેવા મળવાની છે, જેમાં ઈમરાન હાશ્મી પણ મહત્વના રોલમાં છે. આ સિવાય એક્ટ્રેસ પાસે વિજય સેથુપથી સાથેની મેરી ક્રિસમસ, ફોન ભૂત અને ઝી લે ઝરા છે. ‘ઝી લે ઝરા’માં તે પહેલીવાર મ્હ્લહ્લ પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ સાથે કામ કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.