Western Times News

Gujarati News

અભિષેક બચ્ચને કર્યા દીપિકા પાદુકોણના વખાણ

મુંબઇ, તાજેતરમાં જ અભિષેક બચ્ચન, યામી ગૌતમ અને નિમ્રત કૌરની ફિલ્મ દસવીંનું ટ્રેલર રીલિઝ થયું છે. આ ટ્રેલરમાં અભિષેકનો અલગ જ અંદાજ જાેવા મળ્યો છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન એક જાટ પાત્રમાં જાેવા મળી રહ્યો છે, તે ફિલ્મમાં મુખ્યમંત્રીનું પાત્ર ભજવશે.

જિયો સ્ટુડિયોઝ અને દિનેશ વિઝનની આ ફિલ્મના ટ્રેલરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ટ્રેલર જાેઈને અભિનેત્રી દીપિકા પાદુકોણની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેલરમાં દીપિકા પાદુકોણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે અભિષેક બચ્ચનને કોઈ કારણોસર જેલમાં પૂરવામાં આવે છે. ત્યાં યામી ગૌતમ તેને અભણ હોવાનો ટોણો મારે છે. અભિષેક બચ્ચન બોર્ડની પરીક્ષા આપવાનો ર્નિણય કરે છે અને તેના માટે તૈયારી કરી છે.

ટ્રેલરમાં એક ડાયલોગ એવો પણ છે કે જેમાં અભિષેક બચ્ચે એક્ટિવ અને પેસિવ વોઈસનો અભ્યાસ કરી રહ્યો હોય છે. તેમાં તેને કોઈ કહે છે કે, Ranveer Loves Deepika(રણવીર દીપિકાને પ્રેમ કરે છે). આ સાંબળીને અભિષેક બચ્ચન કહે છે કે, Everyone Loves Deepika.

ફિલ્મના ટ્રેલરમાં આ રીતે પોતાનો ઉલ્લેખ થવા પર દીપિકા પાદુકોણે પ્રતિક્રિયા આપી છે. દીપિકા પાદુકોણે ટ્રેલરની ઝલક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. તેણે આ તસવીરની સાથે લખ્યું છે કે, મને પ્રેમ આપવા માટે દસવી ફિલ્મની ટીમનો આભાર. ફિલ્મની સફળતા માટે આખી ટીમને શુભકામનાઓ. આ ફિલ્મ ૭મી એપ્રિલ ૨૦૨૨ના રોજ જિયો સિનેમા અને નેટફ્લિક્સ પર રીલિઝ થવાની છે.

આ ફિલ્મમાં અભિષેક બચ્ચન ગંગા પ્રદાસ ચૌધરી નામના જાટ મુખ્યમંત્રીનો રોલ કરશે. યામી ગૌતમ એક ધાકડ આઈપીએસ અધિકારીના રોલમાં જાેવા મળશે. નિમ્રત કૌર અભિષેક બચ્ચનની પત્નીના રોલમાં જાેવા મળશે, જે પતિના જેલમાં ગયા પછી મુખ્યમંત્રી બને છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.