Western Times News

Gujarati News

નીતિ આયોગના નિકાસ તૈયારી સૂચકાંકમાં ગુજરાત ટોચ પર

નવીદિલ્હી, નીતિ આયોગના નિકાસ તૈયારી સૂચકાંક ૨૦૨૧માં ગુજરાત ટોચ પર છે. આ ઈન્ડેક્સમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક બીજા અને ત્રીજા સ્થાને છે. સરકારની થિંક ટેન્ક નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

નિકાસ તૈયારી સૂચકાંક નિકાસની સંભાવનાઓ અને કામગીરીના સંદર્ભમાં રાજ્યોની સજ્જતાને માપે છે. આ ઈન્ડેક્સમાં પ્રથમ પાંચ રાજ્યોમાં તમિલનાડુ અને હરિયાણા પણ સામેલ છે.આ ઇન્ડેક્સ બહાર પાડતા, નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું હતું કે આનાથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિકાસ માટે યોગ્ય નીતિ ઘડવામાં અને લાગુ કરવામાં મદદ મળશે.

આ સતત બીજી વખત છે જ્યારે ગુજરાત રાજ્ય નીતિ આયોગના નિકાસ તૈયારી સૂચકાંક ૨૦૨૧ માં ટોચ પર છે. ઈન્ડેક્સ મુજબ, ગુજરાતની નિકાસ તૈયારી ૭૮.૮૬ પોઈન્ટ પર છે, જ્યારે મહારાષ્ટ્ર ૭૭.૧૪ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ગત વખતે પણ મહારાષ્ટ્ર આ ઈન્ડેક્સમાં બીજા નંબરે હતું.

આ યાદીમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા પણ ટોપ ૧૦માં સામેલ છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી પ્રથમ સ્થાને છે. આ પછી ગોવા, જમ્મુ અને કાશ્મીર, ચંદીગઢ અને પુડુચેરીનો નંબર આવે છે. હિમાલયમાં સ્થિત રાજ્યોમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, સિક્કિમ અને મણિપુર ટોચના પાંચમાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.