Western Times News

Gujarati News

ઓઈલની કિંમત રુબલમાં ચુકવવા ફ્રાન્સનો ઈનકાર

ઈટાલી, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તાજેતરમાં “બિન-મૈત્રીપૂર્ણ” દેશોને ગેસ નિકાસ માટે માત્ર રૂબેલમાં ચૂકવણીની માંગ કરી હતી. પુતિને કહ્યું હતું કે હવે યુરોપિયન યુનિયન અને અમેરિકાને આપણા માલસામાનના સપ્લાય માટે ડોલર, યુરોમાં ચૂકવણી કરવાનો કોઈ અર્થ નથી, અમને અમારી કરન્સીમાં જ પેમેન્ટ જાેઈએ.

જેનો જવાબ આપતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની માંગને ફગાવી દીધી હતી. મેક્રોને બ્રસેલ્સમાં ઈયુ સમિટ પછી પત્રકારોને જણાવ્યું હતું કે “મને નથી લાગતું કે આ માંગણી સ્વીકાર્ય છે”.

ફ્રાંસના નિવેદન પૂર્વે રશિયા પાસેથી ગેસ ખરીદનાર ટોચના ગ્રાહક જર્મનીએ પણ આ ર્નિણયની નિંદા કરી હતી. ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે શુક્રવારે કહ્યું હતુ કે કોન્ટ્રાક્ટ સ્પષ્ટ છે અને તે અગાઉથી નક્કી જ છે કે ગેસ માટે કેવી રીતે ચૂકવણી કરવી જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.