Western Times News

Gujarati News

વડોદરામાં 10,000થી વધારે છોડનું વાવેતર કરવાની વોર્ડવિઝાર્ડે ઈચ્છા વ્યક્ત કરી

વોર્ડવિઝાર્ડે વિશ્વ પર્યાવરણ દિવસ પર ‘ગ્રીન પ્લાન્ટેશન ડ્રાઇવ’નું આયોજન કર્યું- ‘ફક્ત એક પૃથ્વી’ના વિચારને રજૂ કરવું નવું વીડિયો અભિયાન પ્રસ્તુત કર્યું

વડોદરા, વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે પૃથ્વીને હરિયાળી અને સ્વસ્થ બનાવવાની પોતાની સામાજિક જવાબદારી પ્રત્યે કટિબદ્ધ, ભારતમાં અગ્રણી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઉત્પાદકો પૈકીની એક તથા બ્રાન્ડ ‘જૉય ઇ-બાઇક’ની ઉત્પાદક વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ (BSE Code: 538970) ગુજરાતના વડોદરામાં એની ઉત્પાદન સુવિધા અને સંલગ્ન ક્લસ્ટર્સમાં ‘ગ્રીન પ્લાન્ટેશન ડ્રાઇવ’ યોજવા સજ્જ છે. આ અભિયાન 5 જૂન, 2022ના રોજ શરૂ થશે. WardWizard hosts ‘Green Plantation Drive’ this World Environment Day_ Pledges to plant over 10000 Saplings in Vadodara

ચાલુ વર્ષે પર્યાવરણ દિવસની થીમ –‘ઑન્લી વન અર્થ-લિવિંગ સસ્ટેઇનેબ્લી ઇન હાર્મની વિથ નેચર’(એકમાત્ર પૃથ્વી – પ્રકૃતિ સાથે સમન્વયમાં સસ્ટેઇન્બ્લ જીવન જીવવું)સાથે સુસંગત રહીને કંપની 10,000થી વધારે છોડનું વાવેતર કરવાની કટિબદ્ધ છે અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા સુધારવા એકથી વધારે સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિ હાથ ધરશે.

ઉપરાંત બ્રાન્ડે એક વીડિયો અભિયાન પણ પ્રસ્તુત કર્યું છે, જેમાં પર્યાવરણલક્ષી સાતત્યતા પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્લાન બી અને પ્લેનેટ બી વચ્ચે સમાધાન તરફ ધ્યાન દોરીને વીડિયો અર્થપૂર્ણ, છતાં અસરકાર રીતે સંદેસ આપે છે કે, આપણે પ્લાન બી બનાવી શકીએ, પણ પ્લેનેટ બી નહીં બનાવી શકે, આપણી પાસે ‘ફક્ત એક પૃથ્વી’ છે.

આ વિશેષ પ્રસંગે વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી યતિન ગુપ્તેએ કહ્યું હતું કે, “એક જવાબદાર કોર્પોરેટ તરીકે અમે સસ્ટેઇનેબ્લ ભવિષ્ય પ્રત્યે તથા વર્તમાન અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવા દરરોજ આપણી પૃથ્વીને વધારે સારી બનાવવા કટિબદ્ધ છીએ.

અમારા માટે વિશ્વ પર્યાવરણ દિવસ આપણી આસપાસ પ્રકૃતિનું જતન કરવાની સાથે માનવજાતની પ્રગતિ માટે સકારાત્મક પરિવર્તનો લાવવાનો પ્રસંગ છે. 10,000 વૃક્ષોનું વાવેતર અમારી સંલગ્ન કંપનીઓની આસપાસ ગુણવત્તાયુક્ત જીવન વધારવામાં મદદરૂપ થશે તેમજ પારિસ્થિતક સંતુલનને પ્રોત્સાહન આપશે.

આ અભિયાનના ભાગરૂપે કંપની છોડવાનું વાવેતર કરશે અને એટલે 12 જૂન, 2022 સુધી આ પ્રવૃત્તિ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ વૃક્ષારોપાણ અભિયાન 91 એકર વિસ્તારમાં હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.