Western Times News

Gujarati News

મોડાસા તાલુકાના સાકરીયા ગામે રાત્રીસભા યોજાઇ

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામમા જિલ્લા કલેક્ટર ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામા રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કલેક્ટરે ગ્રામજનોની સાથે સીધો સંવાદ કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતાં. અને તમામ પ્રશ્નોનો ત્વરિતપણે ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.રાત્રી સભાને સંબોધીત કરતાં કલેક્ટરએ જણાવ્યું હતુ કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાકરીયા ગામના પ્રશ્નો તદુપરાંત અન્ય સમસ્યાઓને દુર કરવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.

ગ્રામજનોને કોઈ પણ પ્રશ્ન હોય તો નિઃસંકોચપણે રજુઆત કરવા માટે જણાવ્યું હતુ.તમામ પ્રશ્નો સાંભળીને ત્વરિત નિરાકરણ આવે તેવી તાકીદ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે દ્વારા આપવામાં આવતા તમામ યોજનાઓના લાભ લોકો સુધી પોહચે અને પૂરો લાભ લઈ શકે તે માટે અલગ અલગ વિભાગ દ્વારા તમામ જાણકારી આપવામાં આવી હતી.જેમાં ખેતીવાડી વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વાસ્મો, પોલીસ વિભાગ, વૃદ્યુત,પશુપાલન વિભાગ,વિધવા સહાય યોજના, જેમાં સીધો લાભ લોકો સુધી પોહચે તેવી તમામ જાણકારી આપવામાં આવી હતી.

આ રાત્રી સભામા કલેક્ટર ર્ડો. નરેન્દ્રકુમાર મીના, ડીડીઓ કમલ શાહ, ડીઆરડીઓ ડાયરેક્ટર આર. એન. કુચારા, તેમજ અન્ય વિભાગના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો હજાર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.