Western Times News

Gujarati News

બાયડના દરબારગઢ વિસ્તારના મકાનમાં આગ લાગતા બે લાખનું નુકસાન

(પ્રતિનિધિ)બાયડ, બાયડ ગામના દરબાર ગઢ વિસ્તારમાં આવેલ કાળાભાઈ મોહનભાઈ પરમાર ના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આ આગ બપોરના ૧૧ વાગ્યાની આસપાસ લાગી હતી.

સૂત્રો પાસેથી જાણવા મળેલ કે આગ શોર્ટ સર્કિટના કાલે લાગી હતી ઘરમાં રહેલ ફ્રીજ માંથી ગ્યાસ લીકેજ થતા આગ વધુ પ્રસરી હતી અને ઘરમાં ધુમાડા ગોટા ગોટા થઈ ગયા હતા આગ લાગવાની જાણ બાયડ નગરપાલિકા ખાતે કરતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો કરતા આગને કાબુમાં લીધી હતી આગમાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. અંદાજે ૧.૫ લાખ થી ૨ લાખ સુધી નુકસાન થવા પામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.