Western Times News

Gujarati News

ફિલ્મ Jogira Sara Ra Raનું ટ્રેલર રિલીઝ

મુંબઈ, ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકી ફરી એક વાર પોતાની ફિલ્મ લઈને દર્શકોની વચ્ચે આવી રહ્યો છે. નવી ફિલ્મના કારણે તે ફરી એક વાર ફોર્મમાં જાેવા મળી રહ્યો છે, પરંતુ આ વખતે કોઈ ક્રાઈમ કે સિરીયસ ફિલ્મ નહીં પણ તે કોમેડી ફિલ્મ સાથે આવી રહ્યો છે. ત્યારે હવે નવાઝુદ્દીનની નવી ફિલ્મ ‘જાેગીરા સારા રા રા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં તે અભિનેત્રી નેહા શર્મા સાથે જાેવા મળશે.

લોકોને આ નવી જાેડી ખૂબ જ પસંદ આવી રહી છે. આ ટ્રેલર રિલીઝ કરતા જણાવવામાં આવ્યું હતું કે, આ એક સારી કોમેડી ફિલ્મ છે. આમાં ટિ્‌વસ્ટ પણ છે, રિસ્ક પણ છે અને જુગાડ પણ ઘણા છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ગાલિબ અસદ ભોપાલીની છે, જેને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. જાેગીરા સારા રારા કોમેડી ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી, સંજય મિશ્રા, નેહા શર્મા અને મહાક્ષય ચક્રવર્તી જાેવા મળશે. ફિલ્મનું ટ્રેલર લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે.

તમે અત્યાર સુધી નવાઝને અત્યાર સુધી અલગ અલગ એકથી એક ચઢિયાતા રોલમાં જાેયો હશે. તેમ જ તેને રોમેન્ટિક કોમેડી ફિલ્મોમાં પણ અલગ અલગ પાત્ર ભજવતા જાેયો હશે, પરંતુ આ ફિલ્મ બધા કરતા અલગ પડે છે. આ ફિલ્મમાં નવાઝના કેરેક્ટરનું નામ યોગી છે, જે લગ્ન કરાવવાનું કામ કરે છે. ટ્રેલરમાં તેનો એક ડાયલોગ પણ છે કે, જાેગી કા જુગાડ કભી ફેલ નહીં હોતા.

સાથે જ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, કઈ રીતે નવાઝુદ્દીન જુગાડ કરીને લોકોને મદદ કરે છે ને પૈસા કમાય છે. જુગાડ કરતા કરતા એક સમય એવો આવે છે કે, તેને એક લગ્ન તોડાવવા માટે જુગાડ લગાવવો પડે છે, પરંતુ ત્યારબાદ આ જ જુગાડ તેની પર ભારી પડી જાય છે. કારણ કે, લગ્ન તોડવા માટે જે યુવતી (નેહા શર્મા)ની મદદ નવાઝુદ્દીન કરે છે. છેલ્લે તે જ યુવતી તેની સાથે લગ્ન કરવાની જીદ પર અડી જાય છે.

આપને જણાવી દઈએ કે, ૧૨ મેએ રિલીઝ થનારી આ ફિલ્મનું નિર્દેશન કુશન નંદીએ કર્યું છે. ઉપરાંત આ ફિલ્મમાં તમને પેટ પકડીને હસાવનારા સંજય મિશ્રા પણ જાેરદાર પાત્રમાં જાેવા મળશે. જ્યારે નવાઝુદ્દીન અને નેહા શર્માની જાેડીને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.