Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિરાટ પહેલા ઘણા સ્ટાર્સના ગળાડૂબ પ્રેમમાં હતી અનુષ્કા

મુંબઈ, કપલ ગોલ સેટ કરનાર વિરાટ અને અનુષ્કા એકબીજા પર પર ભરપૂર પ્રેમ વરસાવે છે. અનુષ્કા શર્મા એક સક્સેસફુલ એક્ટ્રેસ, બિઝનેસવુમન અને આંત્રપ્રિન્યોર છે. જાેકે બહુ ઓછા લોકો જાણે છે કે વિરાટ કોહલી પહેલા પણ તેનું નામ ઘણા લોકો સાથે જાેડાયેલું છે.

જેમાં એક્ટર્સ અને ક્રિકેટરોના નામ પણ સામેલ છે. કરિયરના શરૂઆતના દિવસોમાં અનુષ્કા શર્મા મોડલ ઝોહેબ યુસુફને ડેટ કરતી હતી. બંનેની મુલાકાત બેંગ્લોરમાં થઈ હતી અને બંને મુંબઈમાં સાથે આવ્યા હતા.

અનુષ્કાને ફિલ્મ ‘રબ ને બના દી જાેડી’માં બ્રેક મળ્યો હતો. કહેવાય છે કે જ્યારે ઝોહેબને ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓફર ન મળી તો તે બેંગ્લોર પાછો ફર્યો અને ત્યાર બાદ તેમના રિલેશનનો અંત આવ્યો. અનુષ્કા શર્માનું નામ રણવીર સિંહ સાથે પણ જાેડાયું હતું.

કહેવાય છે કે બંને તેમની ડેબ્યૂ ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ (૨૦૧૦)ના સેટ પર એકબીજાની નજીક આવ્યા હતા. ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્‌સ ૨૦૧૧ દરમિયાન તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. રિપોર્ટ્‌સનું માનીએ તો અનુષ્કા સોનાક્ષી સિન્હા અને રણવીર સિંહના પર્ફોર્મન્સથી અસહજ થઈ ગઈ હતી.

બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. એક ઈન્ટરવ્યુમાં રણવીરે પોતે સ્વીકાર્યું હતું કે તે એક ઈમાનદાર વ્યક્તિ છે અને એક ગેરસમજને કારણે તેમના સંબંધો ખરાબ થઇ ગયા હતા. શાહિદ કપૂર અને અનુષ્કા શર્માના અફેરની ચર્ચાએ ત્યારે જાેર પકડ્યું જ્યારે બંને ‘મેરે બ્રધર કી દુલ્હન’ની સક્સેસ પાર્ટીમાં એકબીજાને જાેયા.

એવું કહેવાય છે કે આ પાર્ટીમાં બંને એકબીજા સાથે લિપ લૉક કરતા પણ જાેવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ‘બદમાશ કંપની’ના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. અનુષ્કા શર્માનો ભાઈ રાજ્ય સ્તરનો ક્રિકેટર રહી ચૂક્યો છે. આ જ કારણ છે કે એક્ટ્રેસને આ ગેમમાં ઘણો રસ છે.

વર્ષ ૨૦૧૨માં ઘણા મીડિયા રિપોર્ટ્‌સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક્ટ્રેસ ક્રિકેટર સુરેશ રૈનાને ડેટ કરી રહી છે. બંનેની મુલાકાત લંડનમાં થઈ હતી જ્યાં અનુષ્કા તેની ફિલ્મના શૂટિંગ માટે અને રૈના ક્રિકેટ સિરીઝ માટે પહોંચ્યા હતા. જાે કે, બંનેમાંથી કોઈએ ક્યારેય તેમના અફેરના સમાચારની પુષ્ટિ કરી નથી.

અનુષ્કા શર્મા અને અર્જુન કપૂર એક પણ ફિલ્મમાં સાથે જાેવા મળ્યા નથી. જાે કે યશરાજ કંપનીએ બંનેને એકસાથે કાસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાત બની ન હતી. હવે જ્યારે અનુષ્કા પોતે પ્રોડ્યુસર છે, તેણે તેની ફિલ્મ ‘કેનેડા’ માટે એક્સ લવર અર્જુન કપૂરને સાઈન કર્યો છે. તેમના અફેરના સમાચાર વર્ષ ૨૦૧૬માં આવ્યા હતા. જુહુમાં બંને સેલેબ્સ કોફી શોપમાં જાેવા મળ્યા હતા.

પોતાના એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે પોતે સ્વીકાર્યું હતું કે બોલિવૂડમાં જાે કોઈ હિરોઈન છે જે તેનું ફીમેલ વર્ઝન છે તો તે અનુષ્કા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્‌સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અર્જુન અને અનુષ્કાનું અફેર માત્ર એક પબ્લિસિટી સ્ટંટ હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers