Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કૈવલજ્ઞાન પીઠાધિશ્વર જગદગુરુ અવિચલ દેવાચાર્યજીનો ભાવવંદના કાર્યક્રમ યોજાયો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં સત કૈવલ સંપ્રદાયના કૈવલજ્ઞાન પીઠાધીશ્વર જગદગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજનો પરમગુરુ પાદુકા પૂજન તથા જગતગુરુ ભાવવંદના કાર્યક્રમના ભાગરૂપે સોમવારના રોજ પરમ પૂજ્ય જગતગુરુ અવિચલ દેવાચાર્યજીની ભવ્ય શોભાયાત્રા

સત કૈવલ મેડિકલ સ્ટોર અને બાયડ સતકેવલ ભજન મંડળીના પ્રણેતા જયંતીભાઈ પટેલ ના નેજા હેઠળ સંજીવની હોસ્પિટલથી પ્રસ્થાન કરી શરણાઈ પાર્ટી પ્લોટ બાયડ ખાતે શોભાયાત્રા ને વિરામ આપી શરણાઈ પાર્ટી પ્લોટમાં આશીર્વચન કાર્યક્રમ યોજાયો હતો

સતકેવલ સંપ્રદાય સારસાના ગાદીપતિ જગદગુરુ અવિચલદેવાચાર્યજીને જગતગુરુ પદ આપવામાં આવતા તેમના ભક્તો દ્વારા જગતગુરુ અવિચલ દેવાચાર્યજીનો પાદુકા પૂજન અને ભાવવંદના કાર્યક્રમનો બાયડ તાલુકાના સાઠંબા વિભાગમાં આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના ભાગરૂપે સોમવારના રોજ શરણાઈ પાર્ટી પ્લોટ બાયડ ખાતે ગુરુજીના આશીર્વચન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ મંગળવારથી ગુરૂવાર સુધી કનકપુરા (કોજણ કંપા) જગદગુરુ અવીચલદેવાચાર્યજીનો આશીર્વચન અને પરમ વિદુષી સાધ્વી ગીતાદીદી સાથે સંગીત અને જ્ઞાનભક્તિ રસ કાર્યક્રમ યોજાશે

આ કાર્યક્રમના યજમાનો પટેલ કમલેશભાઈ અંબાલાલ અને પટેલ રાકેશભાઈ અંબાલાલ તેમના પિતાશ્રી સ્વ. પટેલ અંબાલાલભાઈના સ્મરણાર્થે બે દિવસ અને પટેલ રાકેશભાઈના ધર્મપત્ની સ્વ. શિલ્પાબેનના સ્મરણાર્થે ત્રીજા દિવસના કાર્યક્રમના ભોજનના યજમાન બન્યા છે.

આ કાર્યક્રમમાં સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, પ્રકાશભાઈ શાહ, સુધીરભાઈ પટેલ, કનુભાઈ પટેલ ,ડોક્ટર સતિષભાઈ પટેલ જેવા મહાનુભવોએ હાજરી આપી પ્રસંગ દીપાવ્યો હતો જ્યારે બાયડ સીપીઆઈ માલીવાડ બેને ફૂલજડી આપી આશીર્વાદ મેળવ્યા હતા

Copyright © All rights reserved. | Developed by Aneri Developers