Western Times News

Gujarati News

સગીરાની ચાકુના 40 ઘા મારી હત્યા કરનાર આરોપીને બુલંદશહેરથી ઝડપી લેતી દિલ્હી પોલીસ

નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં ફરી મહિલા સામે ગુન્હાની વધુ એક હેવાનીયત જેવી ઘટનામાં 16 વર્ષની એક કિશોરીની જાહેરમાં એક વ્યક્તિએ સેંકડો લોકોની નજર સામે ચાકુના 40 જેટલા ઘા મારી હત્યા કરી હતી

અને તેમ છતાં તેનું ઝનૂન ઓઝર્યુ ન હતું અને પથ્થર મારીને આ કિશોરીનું ‘માથુ’ કચડી નાખવા કોશિશ કરી હતી છતાં કોઈએ તેને રોકવાની કોઈએ કોશીશ કરી નહી અને આ હત્યાકાંડ રચ્યા બાદ તે જાણે કશું બન્યું જ ન હોય

તે રીતે ભાગી ચાલ્યો ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અને તે દ્રશ્યો વાયરલ થયા છે અને આ હત્યારો કેટલો ક્રુર બન્યો તેની ચર્ચા છે. દિલ્હીમાં જે જે કોલોનીમાં રહેતી 16 વર્ષીય સાક્ષી આ રીતે હત્યારાનો ભોગ બની છે. જયારે તેની હત્યા કરનાર સાહિલ નામનો યુવક હોવાનું જાહેર થયું છે.

ગઈકાલે સાંજે તે એક બર્થડે પાર્ટીમાં તેના જે જે કોલોની પાસેના નિવાસથી નીકળી તે સમયે હત્યારો તેનો પીછો કરતો હતો અને તેનો ભરબજારમાં રોકીને તે કઈ સમજે તે પુર્વે જ તેના પર તૂટી પડયો હતો.

શાહબાદ ક્ષેત્રની આ ઘટનામાં સેંકડો લોકોની નજર સામે જ આ હત્યા કરી હતી. સાહિલ 20 વર્ષનો હતો અને પોલીસના જણાવ્યા મુજબ બન્ને એકબીજાને જાણતા હતા. શાહબાદ ડેરી નજીક જ આ ઘટના બની હતી અને હત્યારો ફરાર થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ બન્ને વચ્ચે કોઈ બાબતે ઝગડો થયા બાદ સાહિલે આ 16 વર્ષની સાક્ષીને જાહેરમાં ચાકુના 40 થી વધુ ઘા મારી છ વખત માથુ કચડી હત્યા કરી હતી.બાદમાં તેના મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા અને હત્યારો હજુ ઝડપાયા નથી.

દિલ્હીમાં રવિવારે 16 વર્ષની સાક્ષીની હત્યા કરી નાસી છુટેલા સાહિલને દિલ્હી પોલીસે બુલંદ શહેરથી ઝડપી લીધો છે અને હવે તેને દિલ્હી લઈ અવાશે. ગઈકાલ સાંજથી જ દિલ્હી પોલીસે તેની તલાશ શરુ કરી દીધી હતી અને તે ઉતરપ્રદેશ ભણી નાસી ગયો હોવાની શંકા પરથી પાડોશી રાજયોની પોલીસને પણ એલર્ટ કરી હતી. જયાં બુલંદ શહેરથી તે ઝડપાઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.