Western Times News

Gujarati News

વિન ડિઝલને આવી ભારત અને દિપીકા પાદુકોણની યાદ

મુંબઈ, બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દિપીકા પાદુકોણે વર્ષ ૨૦૧૭માં હોલીવુડ એક્ટર વિન ડિઝલની સાથે ટઠટઃ રિટર્ન ઑફ ઝેન્ડર કેજથી હોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં બંનેની કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવી હતી. બંને ફિલ્મના પ્રચાર માટે ભારત પણ આવ્યા હતા. તે વખતે વિનને અહીં ઘણી મજા આવી હતી.

દિપીકા અને ભારત યાત્રાને યાદ કરતા વિને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, મારી આત્માએ મને આગળ વધાર્યો… તે મને ભારત લઈ આવી અને મને ઘણું ગમ્યું. પોતાના પહેલાના ઈન્ટરવ્યૂમાં વિન ડિઝલ દિપીકા પાદુકોણની એનર્જી અને સુંદરતાના વખાણ કરતો થાકતો નહતો.

તેણે એ પણ યાદ કર્યું હતું કે, કઈ રીતે દિપીકા પહેલી અભિનેત્રી હતી કે, જેને આ ફિલ્મમાં લેવામાં આવી હતી. તેને કહેવામાં આવ્યું હતું કે, જાે તે આ ફિલ્મમાં કામ કરશે તો તેને ભારત લઈ જવું પડશે. ત્યારબાદ તેણે દિપીકાને રાણી અને પરી પણ કહી હતી, જે તેના જીવનમાં એક બ્લેસિંગ છે. સાથે જ તેણે કહ્યું હતું કે, દિપીકા જેવું કોઈ નથી. મેં તેને બાજીરાવ મસ્તીનીમાં જાેઈ હતી અને તેને લાગ્યું હતું કે, દિપીકા તેના દિમાગ અને તેના હોશ ઉડાવી રહી છે.

બંનેના અફેરની પણ ઘણી ચર્ચા હતી, પરંતુ વાત શું હતી તે ખબર ન પડી. દિપીકા છેલ્લી વાર સિદ્ધાર્થ આનંદની એક્શન એડવેન્ચર ફિલ્મ ‘પઠાન’માં દેખાઈ હતી, જેમાં શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ પણ લીડ રોલમાં હતા. તેણે ફિલ્મમાં હાઈ ઑક્ટેન એક્શન સિક્વન્સ કર્યા હતા. સાથે જ તેણે સિઝલિંગ અવતારથી તાપમાન પણ વધાર્યું હતું.

તો હવે દિપીકા આગામી ફિલ્મ ફાઈટરમાં અભિનેતા ઋતિક રોશન સાથે જાેવા મળશે. ઉપરાંત તે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનમાં પણ એક કેમિયો રોલમાં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.