Western Times News

Gujarati News

ટ્રાયલરૂમમાં જઈ બે ડ્રેસ પહેરી ફરાર થઇ જનારી બે યુવતિ ઝડપાઈ ગઈ

નારણપુરાની ઘટનાઃ વેપારીએ યુવતિને ઝડપી પોલીસ હવાલે કરી

ચોરી કરવા આવેલી યુવતીનું નામ ભૂમિકા ઘમંડે હોવાનું પણ વંશિકાએ પ્રાંજિલને કહ્યું હતું. પ્રાંજિલ ચોરી કરનાર વંશિકા નામની યુવતીને નારણપુરા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

અમદાવાદ, નારણપુરામાં કપડાંની દુકાનમાં બે ડ્રેસની ચોરી કરનાર બે યુવતીમાંથી એક યુવતીને વેપારીએ પકડીને પોલીસને હવાલે કરી છે. બે યુવતી ટ્રાયલ રૂમ જઇને બે ડ્રેસ ચોરી ફરાર થઇ ગઈ હતી.

નારણપુરામાં રહેતા પ્રાંજિલ શાહે બે યુવતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. નારણપુરામાં તેઓ કવીન્સ નામની કપડાંની દુકાન ધરાવે છે.

થોડા દિવસ પહેલાં પ્રાજિલ કપડાંની દુકાન પર હાજર હતો. ત્યારે બે યુવતી દુકાનમાં ગ્રાહક તરીકે આવી હતી. આ બંને યુવતી વારા ફરતી ટ્રાયલ રૂમમાં ડ્રેસ બદલવા માટે ગઇ હતી. ત્યાર બાદ આ બંને યુવતી ડ્રેસની કિંમત બાબતે ચર્ચા કરતી હતી પરંતુ આ યુવતીઓએ ડ્રેસ લીધો ન હતો અને દુકાનમાંથી જતી રહી હતી.

ત્યારબાદ પ્રાંજિલે દુકાનમાં રાખેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરતાં બે યુવતીઓ બે ડ્રેસની ચોરી કરતી હોવાનું નજરે પડ્યું હતું. બે ડ્રેસની કુલ કિંમત ૫,૯૮૦ રૂપિયા હતી. બુધવારે એક યુવતી પાછી દુકાન પર આવી હતી. ત્યારે પ્રાંજિલે ડ્રેસ ચોરી બાબતે પૂછપરછ કરતાં તેણે ડ્રેસની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

યુવતીનું નામ પૂછતાં તેણીએ પોતાનું વંશિકા બજરંગે જણાવ્યું હતું. ચોરી કરવા આવેલી યુવતીનું નામ ભૂમિકા ઘમંડે હોવાનું પણ વંશિકાએ પ્રાંજિલને કહ્યું હતું. પ્રાંજિલ ચોરી કરનાર વંશિકા નામની યુવતીને નારણપુરા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં પોલીસને હવાલે કરી હતી. પ્રાંજિલે બે યુવતી વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે યુવતી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.