Western Times News

Gujarati News

૫૦૦ની નોટોના બંડલ સાથે રમતા દેખાયા પોલીસ જવાનના બાળકો

ફોટો વાયરલ થતાં હડકંપ મચ્યો

એસપીએ પોલીસ પ્રભારી બેહટા મુઝાવર રમેશ ચંદ્રને લાઈન હાજર કર્યા અને મામલાની તપાસ સીઓ બાંગરમઉને સોંપી છે

ઉન્નાવ, સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં બે બાળકો ૫૦૦-૫૦૦ રૂપિયાની ૨૭ બંડલ સાથે એક બિસ્તર પર રમતા દેખાયા હતા. તેમાં બે બાળકો લાખો રૂપિયાની નોટોના બંડલ સાથે રમતા દેખાય છે. આ રકમ લગભગ ૧૪ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. ફોટો વાયરલ થતાં મામલો યૂપીના ઉન્નાવનો નીકળ્યો અને બાળકો પોલીસ જવાનના નીકળ્યા જે બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો.Children of policemen were seen playing with a bundle of 500 notes

આ મામલામાં ઉન્નાવ એસપી સિદ્ધાર્થ શંકર મીણાએ કાર્યવાહી કરી. એસપીએ પોલીસ પ્રભારી બેહટા મુઝાવર રમેશ ચંદ્રને લાઈન હાજર કર્યા અને મામલાની તપાસ સીઓ બાંગરમઉને સોંપી છે. હકીકતમાં ઉન્નાવમાં ગુરુવારે એક સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થવા લાગ્યો. વાયરલ ફોટોમાં બે બાળકો બેડ પર પાંચ પાંચ સોની નોટના ડઝનબંધ બંડલ સાથે રમતા દેખાઈ રહ્યા છે. બાળકો સાથે આખો પરિવાર પણ છે.

પૈસાની સાથે બાળકોના ફોટો વાયરલ થતાં પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. વાયરલ ફોટો ઉન્નાવ એસપી સિદ્ધાર્થ શંકર મીણાના ધ્યાનમાં આવતા એક સાથે આટલા રૂપિયા જાેઈને હોશ ઉડી ગયા. તેમણે મામલાની તપાસ કરાવી તો, જાણવા મળ્યું કે, આ ફોટો બેહટાના મુઝાવર પોલીસ સ્ટેશનના પ્રભારી રમેશચંદ્ર સાહનીના બાળકોના છે. તાત્કાલિક રમેશચંદ્રને લાઈન હાજર કરી દીધા અને મામલાની તપાસ બાંગરમઉ ક્ષેત્ર અધિકારી પંકજ સિંહને આપી છે.

તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી થશે. સીઓ બાંગરમઉ પંકજ સિંહે જણાવ્યું કે, આજે સોશિયલ મીડિયા પર થાનાધ્યક્ષ બેહટા મુઝાવરના બાળકો અને તેમની પત્નીના ફોટો નોટોના બંડલ સાથે વાયરલ થઈ રહી છે. આ ફોટોને તાત્કાલિક ધ્યાનમાં લેતા તેમને લાઈન હાજર કર્યા. સંપૂર્ણ પ્રકરણની તપાસ થઈ રહી છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.