Western Times News

Gujarati News

પ્રેસિડેન્ટ જાે બાઈડન ગંભીર બીમારીથી પીડાતા હોવાનો ખુલાસો

જાે બાઈડને ૨૦૦૮થી જ મેડિકલ રિપોર્ટ્‌સ દ્વારા તેમને સ્લીપ એપનિયાની બીમારી હોવાનો ખુલાસો કર્યો હતોેં

 પ્રેસિડેન્ટ જાે બાઈડનના ચહેરા પર શેના નિશાન દેખાયા?

નવી દિલ્હી,અમેરિકાના પ્રેસિડેન્ટ જાે બાઈડનના ચહેરા પર બે આડી લાઈનના નિશાન જાેવા મળ્યા હતા. ૮૦ વર્ષીય જાે બાઈડનના ચહેરા પર દેખાયેલા આ નિશાને પશ્ચિમી મીડિયામાં ખૂબ ચર્ચા જગાવી હતી. જાેકે, વ્હાઈટ હાઉસે અટકળો પર પૂર્ણવિરામ મૂકતા જણાવી દીધું છે કે, પ્રેસિડેન્ટ બાઈડન સ્લીપિંગ ડિવાઈસનો ઉપયોગ કરે છે અને આ નિશાન તેના લીધે જ પડ્યા છે. ગત અઠવાડિયે બેવાર પત્રકારોએ બાઈડનના ચહેરા પર બે આડી લાઈન જાેઈ હતી અને ત્યાર પછીથી જ ચર્ચા શરૂ થઈ હતી. President Jay Biden Revealed to be Suffering from a Serious Illness

વ્હાઈટ હાઉસના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જાે બાઈડન CPAP (કન્ટીન્યૂઅસ પોઝિટિવ એરવે પ્રેશર) મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. આ મેડિકલ ડિવાઈસનો ઉપયોગ સ્લીપ એપનિયાના દર્દીઓ દ્વારા કરવામાં આવે છે. આ બીમારીના દર્દીઓને રાત્રે ઊંઘમાં શ્વાસ બંધ થઈ જવાની તકલીફ હોય છે. સાથે જ તેમના નસકોરાં પણ મોટેથી બોલે છે. CPAP મશીનમાં માસ્ક હોય છે જે મોં પર લગાવવાનું હોય છે અને તેના સપોર્ટ માટે પટ્ટા હોય છે જે ચહેરા ઉપર લાગે છે. આ પટ્ટાના નિશાન જ જાે બાઈડનના ચહેરા પર પડી ગયા હતા. ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી એન્ડ્ર્યુ બેટ્‌સે જણાવ્યું કે, જાે બાઈડને ૨૦૦૮થી જ મેડિકલ રિપોર્ટ્‌સ દ્વારા તેમને સ્લીપ એપનિયાની બીમારી હોવાનો ખુલાસો કર્યો હતો.

તેમણે ગત રાત્રે CPAP મશીનનો ઉપયોગ કર્યો હતો અને આ બીમારી ધરાવતા દર્દીઓમાં તેનો ઉપયોગ સામાન્ય છે. ઉલ્લેખનીય છે કે, જાે બાઈડન વ્હાઈટ હાઉસના ઈતિહાસના સૌથી વૃદ્ધ પ્રેસિડેન્ટ છે. તેઓ વધુ ચાર વર્ષ પ્રેસિડેન્ડ રહેવા માગે છે એટલે જ ૨૦૨૪માં પણ ચૂંટણી લડવાના છે. તેમની ઉંમરને જાેતાં તેમના સ્વાસ્થ્યનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. યુએસની સંસ્થા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના જણાવ્યા અનુસાર, ઊંઘ દરમિયાન તમારા શ્વનમાર્ગ વારંવાર બંધ થઈ જાય છે જેના લીધે અમુક ક્ષણો માટે શ્વાસ બંધ થઈ જાય છે.

ઊંઘમાં તમારા શરીર સુધી પહોંચતા ઓક્સિજન સાથે સ્લીપ એપનિયાનો સંબંધ છે. મગજ ઓક્સિજનની ઉણપને ૧૦ સેકંડ સુધી જ સહન કરી શકે છે. આવી સ્થિતિમાં ઊંઘ વારંવાર ઉડી જાય છે. ઊંઘ આવવી અને ઉડી જવાનું જે ચક્ર રચાય છે તેને સ્લીપ એપનિયા કહેવામાં આવે છે. આ ડિવાઈસ માસ્ક દ્વારા વ્યક્તિના શ્વસનમાર્ગોને ખોલીને તેમાં હવા પસાર કરે છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અમેરિકાના ૫ મિલિયન લોકોએ આ ડિવાઈસનો ઉપયોગ કર્યો છે.

અમેરિકન મેડિકલ અસોસિએશન અનુસાર, અમેરિકામાં ૩૦ મિલિયન લોકો સ્લીપ એપનિયાથી પીડાય છે પરંતુ ફક્ત ૬ મિલિયન લોકોનું જ નિદાન થઈ શક્યું છે. મોટેથી નસકોરા બોલવા, દિવસ દરમિયાન ઊંઘ આવવી અને થાક લાગવો, સવારમાં માથું દુઃખવું, રાત્રે વારંવાર બાથરૂમ જવા માટે ઉઠવું, રાત્રે ખૂબ પરસેવો વળવો, બેચેની, એકાગ્રતામાં ઘટાડો, એકાએક શ્વાસ ગૂંગળાવાથી જાગી જવું, ડિપ્રેશન અને એંગ્ઝાયટી. સ્લીપ એપનિયાની સમયસર સારવાર જરૂરી છે કારણકે સ્થિતિ ગંભીર થાય તો હૃદયરોગ અને લકવાનું જાેખમ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.