Western Times News

Gujarati News

અભિનેત્રી સુષ્મિતા સેનની તાલીનું ટીઝર આવી ગયું

મુંબઈ, હું ગૌરી છું, જેને કોઈ વ્યંઢળ કહે છે, કોઈ સામાજિક કાર્યકર કહે છે, કોઈ નૌટંકી કહે છે, તો કોઈ ગેમ ચેન્જર કહે છે. ગાળોથી તાળી સુધી આ સુષ્મિતા સેનની ‘તાલી’નો ડાયલોગ છે. ૪૭ સેકન્ડના ટીઝરે લોકોને જાણે વેબ સિરીઝ જાેવા માટે મજબૂર કરી દીધા છે. સુષ્મિતા સેન એટલી જાેરદાર લાગી રહી છે કે તમે વખાણ કરતા થાકશો નહીં. તેણે આ પાત્રને ખૂબ સારી રીતે નિભાવ્યું છે. ‘તાલી’ના ટીઝરમાં તેની મહેનત સ્પષ્ટપણે જાેઈ શકાય છે. તાલીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

આ ટીઝરમાં સુષ્મિતા સેન એક ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતની ભૂમિકામાં છે. આ રોલમાં તે બિલકુલ ગૌરી જેવી દેખાઈ રહી છે. તેનું મજબૂત વ્યક્તિત્વ દર્શકોને ટ્રેલર જાેવા માટે પણ ઉત્સુક બનાવે છે. જાે ‘તાલી’ની રિલીઝ ડેટની વાત કરીએ તો એક્ટ્રેસ સુષ્મિતા સેનની વેબ સિરીઝ જિયો સિનેમા પર ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે.

જ્યાં ‘ગદર ૨’ જેવી ફિલ્મ પણ સિનેમાઘરોમાં આવી રહી છે, તો બીજી તરફ તમને OTT પર ‘તાલી’ જાેવા મળશે. બોલિવૂડની સુંદર અભિનેત્રી સુષ્મિતા સેન છેલ્લાં કેટલાંક દિવસોથી ચર્ચામાં છે.

હાલ આ અભિનેત્રી તેની આગામી સીરિઝ ‘તાલી’ને લઈને હેડલાઈન્સમાં છે. બોલીવુડથી ઘણાં સમયથી દૂર હતી તો હવે તે ફરી એકવાર OTT પર પોતાનો ચોંકાવનારો અવતાર બતાવવા માટે તૈયાર છે. તાલીના ટીઝરમાં એક્ટ્રેસ ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતની ભૂમિકામાં જાેવા મળે છે. ટીઝરની શરૂઆત એક દમદાર ડાયલોગથી થાય છે. અહીં નોંધનીય છે કે સુષ્મિતા સેન ઘણાં લાંબા સમય સુધી બોલિવૂડના પડદેથી દૂર રહી છે.

પરંતુ OTT પ્લેટફોર્મ આવ્યા બાદ તેના કરિયરમાં નવી ઉડાન આવી છે. સુષ્મિતા સેને ‘આર્ય’ સિરીઝથી કમબેક કર્યું. આ સિરીઝ સુપરહિટ સાબિત થઈ હતી. ‘આર્ય’માં જ્વલંત સફળતા મળ્યા પછી ફરી સુષ્મિતા એક નવી સિરીઝ લઈને આવી રહી છે. નવા વેબ શો ‘તાલી’માં સુષ્મિતા ટ્રાન્સજેન્ડર તરીકે જાેવા મળી રહી છે.

ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતે લાંબી લડાઈ લડી છે. આજના સમયમાં તે ઘણાં ટીવી શો અને એવોર્ડ ફંક્શનનું ગૌરવ બની ગઈ છે, પરંતુ તેણે તેના જીવનમાં ઘણા ટિ્‌વસ્ટ અને વળાંક પણ જાેયા છે. ગૌરીનો જન્મ મરાઠા પરિવારમાં ગણેશ નંદન તરીકે થયો હતો. તેના પિતા એસીપી હતા. પણ, ગૌરી સાવંતને આખરે ઘર છોડવું પડ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.